________________
સર્ગ ૩ જો ૭. રંભા, તિલોત્તમા, મેનકા, અને ઊર્વશીનાં રૂપને જીતનારી,
અને શીળગુણસંપન્ન (એવી) યશોમતી (નામની) પ્રિયા
જગડૂને મળી. ૮. અચળબુદ્ધિનો ભંડાર રાજ નામનો (બીજો પુત્ર), પ્રેમની
સંપત્તિવાળી રાજલ્લદેવી સ્ત્રીના સમાગમમાં પોતાના ગુણોનો
કૃતાર્થ કરતો હતો. ૯. જેમ દેવોના પતિ ઇંદ્રની સ્ત્રી ઇંદ્રાણી, અને જેમ ચંદ્રની
ચંદ્રિકા, તેમ પવને હિત કરનાર પા નામની સ્ત્રી હતી. ૧૦.અતિશય દાન દેવાનું વ્યસન ધરાવનાર, ગુણવાન, અને
પુણ્યશાળી જગડૂને તુચ્છ ધન વાસ્તે ચિંતા થતી જ ન હતી. ૧૧.હવે કોઈ એક દિવસે તે ભાગ્યવાન જગડૂએ, એ નગરને
પાદરે એક ભરવાડને પોતાની બકરીઓને ચારતો જોયો. ૧૨. પોતાનાં ટોળાંની મધ્યમાં આવેલી, અને ડોકમાં મણિ બાંધેલું છે
એવી એક સુંદર બકરીને જોઈ, તે હૃદયમાં નીચે પ્રમાણે વિચાર
કરવા લાગ્યો. ૧૩. “સર્વ લક્ષ્મીને સાધનાર, અને સારું ભાગ્ય હોય તો જ જેનું
દર્શન થાય એવું આ મણિ જો મારા ઘરમાં આવે, તો (સર્વ)
મનોરથો પૂર્ણ થાય.” ૧૪.એમ વિચાર કરીને જગડુ, ભરવાડને કંઈક ધન આપી, તે
બકરી લઈ, પોતાને ઘેર આવ્યો. ૧૫.લક્ષ્મી પેદા કરનાર એ મણિ બકરીની ડોકમાંથી કાઢી લઈ,
વિચક્ષણ જગડૂ પોતાના ઘરમાં છાની રીતે તેની પૂજા કરવા લાગ્યો.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org