________________
સર્ગ ૩ જો.
૧. જેમ ચંદ્રમા નિર્મળ, શીતળ, તથા અંધકાર ટાળનારાં કિરણોથી
આકાશને શોભાવે છે, તેમ એ (સોળ) નિર્મળ અને શાંત ગુણવડે પોતાના કુળને દીપાવતો હતો. તેની લક્ષ્મી (નામની) સ્ત્રીએ જગતમાં પ્રસિદ્ધ પરાક્રમવાળા, અને વિનયશીલ જગડૂ, રાજ, અને પા નામના પુત્રોને જન્મ
આપ્યો. ૩. જેમ બ્રાહ્મણનું ઘર ત્રણ અગ્નિથી શોભે છે, જેમાં સંગીત ત્રણ
ઉત્તમ ગ્રામથી શોભે છે, તેમ સોળનું તે પવિત્ર કુળ (આ) ત્રણ
તેજસ્વી પુત્રોવડે શોભતું હતું. ૪. ભાગ્ય અને સૌંદર્યનું પાત્ર એવા જગડૂએ, જગજનના મનને - સંતોષ પમાડે એવા ગુણનો સંચય કર્યો. ૫. જ્યારે પોતાનો પિતા, સ્વર્ગની અપ્સરાઓ સાથે આલિંગન
કરવાનો સમય આવ્યો એમ જાણી ખુશ થયો (મૃત્યુ પામ્યો),
ત્યારે જગડુએ પોતાના કુળનો પ્રૌઢભાર ઉચકવાનો નિશ્ચય કર્યો. ૬. તે જગડૂ પોતાના બે માયાળુ ભાઈઓ વડે શોભતો, બે પુનર્વસુ
(તારા) એ યુક્ત ચંદ્રના જેવો પૃથ્વી પર પ્રકાશતો હતો.
૧. ગાઈપત્ય, આહવનીય, અને દક્ષિણાગ્નિ. - ૨. મંદ, મધ્યમ, અને તાર, સપ્ત સ્વરનો સમુદાય તે ગ્રામ.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org