________________
૭૧
સર્ગ ર જો ૨૪.જ્યાં મનુષ્યો, પુણ્યબુદ્ધિવાળા, દેવતાઓની અને ગુરુની
ભક્તિમાં તત્પર, બંધુવર્ગને સંતોષ પમાડનારા, અને દંભ,
લોભ, મદ, અને મત્સર રહિત જણાતા હતા. ૨૫.જયાં ઘોર વિદનોના સમૂહને એકલી ટાળનારી, સઘળું
આપનારી, ઉત્કૃષ્ટ પંક્તિને ધારણ કરનારી, અને જગતને વાંછિત સમૃદ્ધિ આપનારી છુથુરા નામની દેવીનો પ્રતાપ
(પરતો) વર્તતો હતો. ૨૬ જ્યાં સર્વ મનુષ્યો પર્વતની પેઠે ઉન્નતિ પામેલા અને
સ્થિરતાવાળા શોભતા હતા, પરંતુ માત્ર આશ્ચર્યકારક એટલું જ હતું કે પર્વતને ઘણાં કૂટ (શિખર) હોય છે, પણ એ લોકો
અતિશય ફૂટ (કૂડ-કપટ) રહિત હતા. ૨૭.જ્યાં નીતિથી મેળવેલું દ્રવ્ય સુપાત્રને આપનારા, દોષરહિત,
ધર્મનું પોષણ કરનારા, સૌજન્યાદિ ગુણોને લીધે પ્રશંસાપાત્ર,
અને મોટી કીર્તિવાળા પુરુષો શોભતા હતા. ૨૮. કંથા (કંથકોટ) નગરી છોડીને અધિક સંપત્તિ મેળવવા સારું
પુણ્યવાન સોળ નામે શ્રેષ્ઠી, કુટુંબ સહિત ભદ્રેશ્વર નગરીમાં વસતો હતો, (કારણ કે) સાધુ (સારા આચરણવાળા પુરુષ)ની મતિ અધિક ઉદય થવાને માટે ઝળકી રહે છે.
એ રીતે આચાર્ય શ્રીધનપ્રભસૂરિના ચરણકમળમાં ભ્રમર સરખા તેમના શ્રી સર્વાનંદસૂરિ નામના શિષ્ય રચેલા શ્રીજગડૂચરિત નામના મહાકાવ્યમાં ભદ્રેશ્વરપુરવ્યાવર્ણન નામનો દ્વિતીય સર્ગ સંપૂર્ણ થયો.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org