________________
શ્રીજગડૂચરિત ઇંદ્રધનુષનો આભાસ પડતો હતો, અને અગરચંદનના ધૂપના ધુમાડાના ગોટાનો આકાશમાં મેઘના જેવો ભાસ થતો હતો, અને નિરંતર મધુર મૃદંગના શબ્દો મેઘગર્જના જેવા લાગતા હતા, તેથી ક્રીડાવન (બગીચા) માં રહેનારા મોરો નાચ કરતા
હતા.
૧૮. “હે સખી, દુઃસાધ્ય વિયોગનાં અગ્નિથી તપેલા તારા હૃદયને
પતિના આલિંગનથી થતાં સુખરૂપ અમૃતથી શીતલ કર, માન
તજી દે, અને મુશ્કેલીથી મળેલા તારા નૂતન યૌવનને સફળ કર.' ૧૯એ પ્રમાણે તે પુરમાં કોઈએક ભાગ્યશાળીને ઘેર પાળેલી એક
પોપટી અતિ વિચારવાળી સખીની પેઠે મોટા માનમાં બેઠેલી
સુંદર નેત્રની કોઈએક સ્ત્રીને બોધ કરતી હતી. ૨૦.જ્યાં પુષ્પાવલીના સુગંધથી રમ્ય થયેલો પવન, ગોખને માર્ગે
મહેલમાં આવી પુણ્ય દિવસે પણ સ્ત્રીઓનાં સ્તનને સ્પર્શ
કરતો હતો. ૨૧.જયાં મનોહર કાન્તિવાળો કામદેવ રતિ સહવર્તમાન
મૃગાક્ષીઓનાં હૃદયરૂપ તળાવમાં પ્રૌઢ સ્તનરૂપ બે કળશોથી
ક્રિીડા કરતો હતો. ૨૨. જ્યાં પ્રાણપતિએ પ્યારથી કમર ઉપરનું વસ્ત્ર હાથેથી ખેંચી
લીધું છે, તો પણ ખરા પદ્મરાગ મણિજડિત ઘરોની કાંતિથી
શરીર ઢંકાઈ જવાને લીધે કમલાક્ષીઓ લજ્જા પામતી ન હતી. ૨૩.જ્યાં વાવ, કૂવા, અને તળાવોમાં સમુદ્ર અમૃત નાંખતો હતો,
અને સૂર્ય પણ, દેવતાઓનું મંડળ મારું મથન કરશે એમ ધારીને અતિશય ગભરાતો હતો (અર્થાત બહુ તાપ પડતો ન
હતો).
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org