________________
૬૯
સર્ગ ર જો
નાખ્યું છે તો પણ ફરી નવીનતાને પામતો હતો. ૧૨. જે પુરમાં રાત્રે ઉજ્જવળ મહેલપર બેઠેલાં કબૂતરો પાસેથી નવી
પરણેલી સ્ત્રીઓ પોતે (મુગ્ધા નાયકા) તેઓના રતિ સમયના
સુંદર ટહુકારા શીખતી હતી. ૧૩.માણે કથી જડેલી હવેલીઓની સુંદર ટોચ પર ઝળકતા
સુવર્ણકલશરૂપી અનેક સૂર્યો રાત્રિને સમયે જોવાથી, ચક્રવાક
પક્ષી અત્યંત ખુશ થતું હતું. ૧૪.જયાં વળી (સ્વાભાવિક શત્ર) લક્ષ્મી અને સરસ્વતીને વિરોધ
વગર હમેશાં પરસ્પર ક્રીડા કરતાં જોઈને (લક્ષ્મીના પિતા) સમુદ્ર અને સરસ્વતીના પિતા) બ્રહ્માના હૃદયમાં અવર્ય
આનંદ થતો હતો. ૧૫.જ્યાં ધનાઢ્ય પુરુષોનાં ઘરોની કબૂતરની પાળ (છાજલી) ઉપર
બેઠેલા અતિ લીલા, અને જેનાં શરીર નીલમણિના નીલા રંગમાં ભળી જવાથી પરખાતાં નથી, એવાં પાળેલા પોપટોને
બિલાડી તેના અવાજથી જ ઓળખી શકતી હતી. ૧૬ જ્યાં કોઈએક સ્ત્રી પોતાના પતિ સમીપે બેઠી છે, તો પણ
ઘરની રત્ન જડિત ભીંતમાં પોતાનું પ્રતિબિંબ જોતાં, જાણે તે પોતાની શો જ તત્કાળ આવી હશે એવો વહેમ કરીને ઉષ્ણ
નિઃશ્વાસ મૂકતી હતી. ૧૭.જયાં નાના પ્રકારનાં રત્નજડિત ઘરોના અતિશય પ્રકાશથી
દેવતાઓ ગભરાયા. ગંગાજીએ સમજાવવાથી પાર્વતી ભીલડીને વેષે શિવજીને છળવા આવ્યાં તે વખતે કામે શિવને બાણ માર્યું, તેથી શિવજી મોહિત થયા, પરંતુ પાર્વતીજીને ઓળખતાં, શિવજીએ ક્રોધવશ થઈ પોતાની ત્રીજા નયનની જ્વાળાથી કામને બાળી ભસ્મ કરી નાંખ્યો.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org