________________
૬૮
શ્રીજગડૂચરિત
અદ્ભુત આકૃતિવાળા અહંકારથી મહાલતા (ફાંકડા છેલ છબીલા) તરુણોના હજારો વેષ ધારણ કરતો હતો.
૭. જ્યાં વિધાતાએ બધી યુવતીઓનાં રૂપની કાંતિ એવી બનાવી હતી કે દેવતાઓને પોતાની સ્ત્રીઓ હતી છતાં પણ (તે પુરની) સ્ત્રીઓને જોવાથી અધિક પ્રીતિ થઈ.
૮. જે પુરમાં રાત્રીએ મહેલમાં બેઠેલી મૃગનયનીઓનું મધુર ગાયન સાંભળતા પોતાના (વાહન) મૃગને ચંદ્રમા મહા મહેનતે ઉતાવળથી ચલાવી શકતો હતો.
૯. જે પુરમાં યુવાન પુરુષોને ચંદ્રકાન્તમણિથી બનાવેલાં ઘરમાં ચંદ્રમાની કાન્તિથી ઝરેલું અમૃત સરખું જળ, ગરમીના દિવસોએ પણ રાત્રિના, રતિભોગના શ્રમથી થયેલા તાપને દૂર કરતું હતું.
૧૦.વળી તે નગરીને કોઈ બીજી નગરીની ઉપમા ઘટે—એમ મને લાગતું નથી, (કારણ કે) ભોગાવતી (પાતાળસુંદરીને લીધે ઉત્તમ, તો છે પણ) દુષ્ટ સર્પોને લીધે નિંદાપાત્ર છે, અમરાવતીમાં (સહસ્રછિદ્રવાળો) ઇન્દ્ર રહે છે, અને અલકાનગરી(માં જો કે પુષ્કળ દ્રવ્ય છે તો પણ તે)નો પતિ કુબેર કોઢવાળો છે.
૧૧.જે પુરમાં સ્ત્રીઓનાં મુખરૂપી ચંદ્રબિંબનું લાવણ્યરૂપ અમૃત અતિશય પીને કામદેવ જો કે પોતાનું શરીર મહાદેવજીએ બાળી
૧. જેમ સૂર્યકાન્તમણિથી સૂર્યનાં કિરણ પડે તો અગ્નિ ઉત્પન્ન થતો મનાય છે, તેમ ચંદ્રકાન્તમણિ માટે કહેવાય છે કે તેના ઉપર ચંદ્રનું તેજ પડે તો તે પીગળીને તેમાંથી જળનો પ્રવાહ નીકળે છે.
૨.શિવ પાર્વતી ચોપટ રમતાં રકઝક થવાથી રીસાઈ ઊઠી ગયાં, અને બન્ને જણાએ ઉગ્ર તપ કરવા માંડ્યું, તેથી પ્રલયાગ્નિ ઉત્પન્ન થયો, અને
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org