________________
સર્ગ ૨ જો.
૧. મોટા પરિવારવાળી સૌભાગ્યવતી સ્ત્રીના હાથમાં આરિસા
સરખું, ધનાઢ્ય લોકોથી શોભતું, કચ્છ દેશને શોભાવનારું આ
પૃથ્વીમાં ભદ્રેશ્વર નામે ઉત્તમ પુર છે. ૨. જે નગરમાં લક્ષ્મીની રક્ષા કરવાને જ જાણે શેષનાગ પોતાની
કાયાની કુંડલી વાળીને, ખાઈરૂપે પાતાળમાંથી મોટા દુર્ગના
બહાને પ્રગટ થયા હતા. ૩. એ નગરમાં કૃતયુગનું એકલાનું જ રાજ્ય ચાલે છે, એમ
સાંભળવાથી કલિયુગના હૃદયમાં અત્યંત શૂળ પેદા થયું, અને દેવતાઓનાં મંદિરમાં રાત્રદિવસ ઘેટાનાદ થવાથી તેને ઘણી
પીડા થતી હતી. ૪. જ્યાં સ્વાભાવિક દરિદ્રતાથી પીડાતા મનુષ્યોને દયાળુ રત્નાકર
પોતાના મોજારૂપી હસ્તથી, આપવા માટે રત્નો જાણે ફેલાવ્યા
હતા. ૫. વળી જ્યાં વણિક (વેપારીઓ)ની દુકાનમાં રહેલા સુવર્ણ તથા
રત્નના ઢગલાઓ જોઈ, વટેમાર્ગુઓ, સુમેરુપર્વતની અને સમુદ્રની સારભૂત લક્ષ્મી ત્યાં જ આવી હોય, એમ માનતા
હતા. ૬. જયાં વળી કામદેવ મહાદેવજીને એકલાને જીતવા સારું
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org