________________
શ્રીજગડૂચરિત ૪૩.સર્વયાચકરૂપ બપૈયાને પાળનાર, પોતાના મિત્રરૂપ વૃક્ષોને ઉછેરવામાં તત્પર અને દુષ્ટ જનરૂપ જૅવાસાને દીન ક૨ના૨ એવો જે સોળ તે પોતાનાં દાનથી ઘટ્ટ મેઘની પેઠે પૃથ્વીનાં શોભતો હતો. ૪૪. સપ્તતત્વને જાણનાર, સાત પવિત્ર ક્ષેત્રોમાં ભાવે કરી ઉત્તમ દ્રવ્યનો ખર્ચનાર, અને સાત નરકના ભયથી રહિત, એવો સોળદેવ મહાતેજથી સૂર્ય સરખો થયો.
૩
૪
૪૫.કપૂર, મંદારવૃક્ષ, અને કૈલાસપર્વતના સરખા શ્વેત નયઆદિ અનેક ગુણોએ યુક્ત, અને શ્રીમંતમાં મુખ્ય, એવો સોળ સત્પુરુષનાં મનને હર્ષ પમાડનાર થયો.
એ રીતે આચાર્ય શ્રીધનપ્રભગુરુના ચરણકમળમાં ભ્રમર સરખા તેમના શ્રીસર્વાનંદસૂરિ નામના શિષ્ય રચેલા શ્રીજગડૂચરિત નામના મહાકાવ્યમાં વીયદુઆદિ પૂર્વપુરુષોના વ્યાવર્ણન નામનો પ્રથમ સર્ગ સમાપ્ત થયો.
૧. જવાસો આઠ મહીના પ્રફુલ્લિત રહે છે, અને ચોમાસામાં સૂકાઈ જાય છે, જુઓ દલપત કાવ્યમાંનું પદ, પાનું ૪૩૦મું.
‘જવાસા શિદને મરે છે સુકાઈ,
ભુંડું શું કીધું વરસાદે ભાઈ,—જવાસા.’
૪.
:
૨. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, અને મહત્તત્વ.
૩. ભરતક્ષેત્ર, હિમવંતક્ષેત્ર, હરિવર્ષક્ષેત્ર, વિદેહક્ષેત્ર, રમ્યક્ષેત્ર, હિરણ્યવંત તથા ઐરાવતક્ષેત્ર.
રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, શંકપ્રભા, ધૂમપ્રભા. તમઃપ્રભા, અને તમઃતમપ્રભા, જૈનમત પ્રમાણે સાત નરક.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org