________________
સર્ગ ૧ લો
૬૫ સપુરુષોનાં મનરૂપી ધનને હરતા હતા. જગતમાં સકલ કાર્યને કારણનો સ્વભાવ ભોગવનારું ગણવામાં આવે છે, એ માનવું મિથ્યા છે. (અર્થાત અહીં તો ગુણો ધનને હરતા હતા,
અગર જો ધનનું હરણ કરવું એ સ્વભાવ અવગુણનો છે.) ૩૯. (તૃતીય પુત્ર) શ્રીસોળની યશલક્ષ્મી વડે જ્યારે અખિલ ત્રિલોક
ઉજ્જવળ થઈ ગયું, ત્યારે મહાદેવજી પોતાના (વાહન) વૃષભને, પાર્વતીજી પોતાના વાહન) સિંહને, બ્રહ્મા (પોતાનાં વાહન) રાજહંસની જોડને, ઇંદ્ર ઐરાવત હાથીને ક્યારે પણ છેટે જવા દેતા નથી, એવી વ્હીકથી કે રખેને (તેઓ સઘળા ઉજ્જવળ હોવાથી
શ્રીસોળના શ્વેત યશમાં ભળી જઈ) પુનઃ મહાયને જડે. ૪૦.જેમ કૃષ્ણની રુક્મિણી, અને મહાદેવની પાર્વતી, તેમ એ
શ્રીસોળની મનોહર રૂપવાળી, પ્રેમનો ભંડાર એવી શ્રી (એટલે
લક્ષ્મી) નામની પવિત્ર ગુણવાળી શ્રેષ્ઠ સ્ત્રી હતી. ૪૧. (ચતુર્થ પુત્ર) ધર્યવાન સોહીનાં કોણ વખાણ કરતું નથી ? તેણે
આશ્ચર્ય પમાડે તેવી રીતે ગંગાના તરંગ જેવા પોતાના શ્વેત ગુણો
વડે સજ્જનોનાં હૃદયમાં સદાકાળ અધિક પ્રીતિ પ્રસરાવી છે. ૪૨.સર્વ દારિદ્યનો નાશ કરનાર, અને ચંદ્ર સરખા મુખવાળો જે
સોળ તેને અમારા મોટાં ભાગ્યવડે જોયો એટલે હવે ચિંતામણિનું, કલ્પવૃક્ષનું, પ્રસિદ્ધ કામધેનુનું, પૂર્ણઘટનું,
સમુદ્રનું, રીહણપર્વતનું, કે મૅચકચિત્રકનું શું પ્રયોજન છે? ૧. અન્નપૂર્ણેશ્વરી દેવીની સ્થાપના આગળ મૂકવામાં આવે છે તે પૂર્ણઘટ. તે
વાંચ્છિતફળ આપે છે. અમૃત કુંભ (અમીના કુપ્પા)ના જેવો ભાવ છે. ૨. લંકાનો એક પવિત્ર પર્વત. ૩. ઉમદુ રત્ન (!) એવી કાળી બિનગી કે તે, જેના કપાળે હોય તે સામા ધણીને
પોતાની ઈચ્છાનુસાર વશ કરે, ૪. ઇચ્છિત ફળ આપનારી ચિત્રાવેલ.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org