________________
S૪
શ્રીજગડૂચરિત નહીં, ત્યારે વિવિધ ગુણનો નિવાસ જે વિસલ તેને આશ્રયે આવી રહેવાથી તે પુનઃ વૃદ્ધિને પામ્યો, એમ હું માનું છું.
મોટાની સંગતથી કોણ દીપી નીકળતું નથી ? ૩૩.ત્રિલોકને પવિત્ર કરનારી વસલની ગુણાવલીને ગાવાના એક
જ તાનમાં અતિ નિમગ્ન એવા બ્રહ્મા બે કાળની સંધ્યોપાસનાના કઠિન વિધિનું ચિંતવન કરતા નથી, એમ હું
તર્ક કરું છું. ૩૪.કુબોધ જણ ત્યાગ કર્યો છે, અને લક્ષ, સુલક્ષણ, સોલ, અને
સોહી નામના જેને ચાર મનોહર પુત્રો છે એવા તે વિસલે કયો
સારો ધર્મનો પ્રકાર નથી કર્યો ? ૩૫.સારા ધર્મ કર્મ કરવામાં એક ચિત્ત, સર્વોત્તમ માહાભ્ય વડે
શોભતો વીસલ, પોતાનું આયુષ્ય પૂરું કર્યા પછી મહાતેજસ્વી
કાયાના સ્વરૂપવાળો દેવ થયો. ૩૬ પૃથ્વી ઉપર એ દેવ (વીસલ)નું પોતાના હૃદયમાં જે પુણ્યશાળી
મનુષ્યો ચિંતવન કરે છે, તેઓનાં સઘળાં વિન્નો દૂર થાય છે, સંપત્તિ નિરંતર વિકાસ પામે છે, કલ્યાણમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે, સત્કીર્તિ ઘણી પ્રસરે છે, અને કલ્યાણકારી સંતતિ
થાય છે. ૩૭.જેની શંખના જેવી શ્વેતકીર્તિ પૃથ્વીના મંડળ ઉપર પ્રસરી છે
એવો સામુદ્રિક આદિ શાસ્ત્રમાં વિદ્વાન, સદા યાચકોને લક્ષ (મુદ્રાનો) દેનાર, કુલક્ષણ રહિત, જિનાધીશનાં બેઉ ચરણારવિંદની સેવાથી જાગેલું છે મહાપુણ્ય જેનું, એવો એ
(વીસલનો પ્રથમ પુત્ર) લક્ષ કોની પ્રીતિ વધારે નહીં ? ૩૮. (દ્વિતીય પુત્ર) સુલક્ષણના પણ અહો ! અપા
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org