________________
સર્ગ ૧ લો.
પુત્રો શોભતા હતા–૧. નીતિવાન શ્રીવીસલ, ર વીરદેવ, ૩.
નિર્મળ યશવાળો નેમિ, ૪. ચાંડૂ, અને ૫. શ્રીવત્સ. ૩૦.જેમ (પાંચ) કલ્પવૃક્ષોથી પવિત્ર મેરુપર્વત શોભે છે, જેમ મોટાં
પાંચ વ્રતોથી સાધુ શોભે છે, જેમ પાંચ મુખથી શિવજી શોભે છે, અને પાંચ નીતિનાં અંગોવડે જેમ રાજા શોભે છે, તેમ આ
પાંચ કુશળ પુત્રોવડે વાસ શોભતો હતો. ૩૧.જે વિસલના પ્રશસ્ત ગુણોનું વર્ણન કરવાથી પૃથ્વીનો ધરનાર
શેષનાગ પોતાની સર્વ જીવાઓને સર્વથા પવિત્ર માનતો હતો, તે પુણ્યાત્મા વીસલ (કવીશ્વરોને) વર્ણન કરવા યોગ્ય
કેમ નહીં હોય વારુ ! (યોગ્ય હતો જ.) ૩૨. કલિયુગરૂપી શત્રુથી ભય પામે ધર્મ કોઈ જગ્યાએ રહી શક્યો
૧. મદાર, પારિજાતક, સત્તાન, કલ્પવૃક્ષ, અને હરિશ્ચન્દન. ૨. હિંસા, અમૃષાવાદ (જુઠું નહીં બોલવું), અસ્તેયમ્ (ચોરી નહીં કરવી),
મત્તલાન વગર આપેલું લેવું નહીં), અને ત૫: [અહીં પાંચ મહાવ્રતમાં
પાંચમું બ્રહ્મચર્યવ્રત આવે છે. સમ્મા.] ૩. સંસ્કૃત સાધુ (સારા માણસ) ઉપરથી પ્રાકૃતમાં શાહુ, શાહુકાર, શાહ,
અને છેલ્લે શા થયો, પણ અત્રે “બાવા વેરાગીના સાધારણ અર્થમાં
નથી. [અહીં સાધુ શ્રમણ-ભિક્ષુ-યતિ એ અર્થ છે. સમ્મા.] ૪. સહીયા: સાધુનોપાયા વિમાનો ફેશાનયો: |
विनिपातप्रतीकारः सिद्धिः पञ्चाङ्गमिष्यते ॥
મન્દ્રીય નીતિસાર માં એ પાંચ અંગો છે. અર્થ–૧. મિત્રરાજા, ૨. કાર્ય સાધવાના ઉપાય, ૩ દેશ ને કાળની વ્યવસ્થા, ૪. આપત્તિનો
ઈલાજ, ૫. કાર્યસિદ્ધિ. ૫. એક જીભે ઘણું વર્ણન થાય નહીં, પરંતુ શેષનાગ પોતાની બે હજાર જીભે
સરસ વર્ણન કરી શકે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org