________________
૬૨
શ્રીજગડૂચરિત
૨૪.જે ચંદ્રમા મહાદેવના મસ્તક ઉપર સદા રહ્યો છતાં એકથી અધિક કળા પામ્યો નહીં, તે ત્રણ લોકને ઉજ્જવળ કરવામાં તત્પર એવી વરણાગની કીર્તિથી વૃદ્ધિ પામીને સંપૂર્ણ (સોળ) કળાકલાપ ધારણ કરે છે.
૨૫.સંઘનો અધિપતિ થઈ શેત્રુંજા, (પાલીતાણાનો ડુંગર), તથા રૈવતાચળ, (ગિરનાર), માં તેણે યાત્રા કરી, કલ્પવૃક્ષની પેઠે દીનજનોને મોટાં દાન દઈ, તેમની દીનતાનો નાશ કર્યો. ૨૬.તે વરણાગને, સર્વ સજ્જનોને વખાણવા યોગ્ય, શ્રીમત્ જૈનમતના અધિપતિ (ઋષભદેવ)ની સેવામાં તત્પર, ઇષ્ટ ઉત્તમ બુદ્ધિવાળો, અને સત્પુરુષોની સેવાથી નિર્મળ ચિત્તવાળો વાસ નામે પુત્ર થયો.
૨૭.નીચ મનુષ્યોનાં મુખમાં રહેવાથી થયેલા પોતના અજ્ઞાનરૂપી અંધકારને ટાળવા માટે જાણે વાન્દેવી સરસ્વતીએ, સત્કીર્તિના પૂરથી (સર્વ) દિશાઓનાં મુખ જેણે ભરી મૂક્યાં (શોભાવ્યાં) છે એવા તે વાસના, મનોહર અને સત્યવાણીથી પવિત્ર, મુખમાં આવીને વાસ કર્યો હતો !
૨૮.જેનાં મોટાં દાનથી પ્રાપ્ત થયેલ યશ સમુદાયને (પાતાળમાં) નાગ દેવતાઓની સ્ત્રીઓ ગાતી હતી તે પ્રતિદિન સાંભળવાથી રસાતળ નામના પાતાળમાં રહેલો બિળરાજા પોતે (વામનજીને હાથે) બંધાવાથી થયેલા પરિતાપનાં આકરાં દુ:ખને સહન કરતો હતો. (અર્થાત્ વાસ જેટલું હું દાન આપી શક્યો નથી, તેથી બંધાયો છું તે યોગ્ય જ છે, એમ પોતાના મનનું સમાધાન કરતો હતો.) ૨૯.દોષરહિત વૈભવવડે ભૂષિત એવા તે વાસના પાંચ ભાગ્યશાળી
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org