________________
સર્ગ ૧ લો
૬૧
૨૦.જે વીયદુએ શ્રીસંઘની સેવા, જૈનમંદિરો, કૂવા, વાવો, અન્નસત્રો, પાણીનાં પરબો, આદિ પુણ્યનાં કામો કરી પૃથ્વીપર ચાલતો કળિયુગનો મહાપ્રતાપ સંપૂર્ણ નાબૂદ કરી નાંખ્યો.
૨૧.તે દુર્લભ કીર્તિવાળો વીયદુ, સત્પુરુષની મંડળીને આનંદ આપવાથી અને તેજસંપત્તિથી સર્વદા (ર) શત્રુઓને, (ગ્રહ) કેદ પકડીને (નિપ્રદ) શિક્ષા કરવાથી તે સૂર્યની ઉપમાને પામ્યો, (કારણ કે સૂર્ય પણ ચક્રવાક પક્ષીને આનંદ આપે છે, અતિ તેજવાળો છે, અને હમેશ ચંદ્રાદિક પરગ્રહોનો નિગ્રહ કરે છે, અર્થાત્ તે ગ્રહો જ્યારે સૂર્યની પાસેના રાશિચક્રમાં આવે છે ત્યારે તેઓનો અસ્ત થાય છે.) પરંતુ આશ્ચર્ય છે કે (સૂર્ય જ્યારે તાપ કરે છે, ત્યારે) એ તો મનુષ્યોનો તાપ હરતો હતો. ૨૨.લોકોને આનંદવાર્તાનું ધામ અને શોભાનું સ્થાન એવો વરણાગ નામનો તે વિખ્યાત પુત્ર થયો. એ વરણાગની કીર્તિરૂપ નવીન અને શ્વેત હારવાળી (દશ) દિશાઓરૂપી પ્રિયા જોઈ ઇંદ્રાદિક દેવતાઓ મનમાં ચિકત થયા (કે ‘આ અમારી પ્રિયા કે શું' ?) ૨૩.જે થા (કંથકોટ) નગરીએ સેંકડો ભોગીશ્વરો-રાજય અધિપતિને ધારણ કરવાથી (એક ભોગીશ્વર-શેષનાગને ધારણ કરનારી) ભોગાવતીનગરીનો તથા સેંકડો વિદ્વાનોના પોષકને ધારણ કરવાથી (એક દેવાધિપતિ-ઇંદ્રને ધારણ કરનારી) અમરાવતીનગરીનો, તથા સેંકડો દાતારોને ધારણ કરવાથી (એક ધનદ-કુબેરને ધારણ કરનારી) અમૂલ્ય અલકાપુરીનો પરાજય કર્યો છે, તે કંથા નગરીમાં કામદેવના સરખી કાંતિવાળો એ વરણાગ રહેતો હતો.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org