________________
શ્રીજગડૂચરિત
કરે છે), તેમ અનેક વિદ્વજ્જનો તેનું સેવન કર્યા કરે છે. ૧૬.વળી એ શ્રીમાળવંશ સમુદ્રની પેરે શોભે છે. જેમ સમુદ્ર મર્યાદાએ, તેમ એ વંશ નીતિએ યુક્ત છે, જેમ સમુદ્ર પર્વતોનો આધાર છે, તેમ એ વંશ રાજાઓનો આધાર છે, જેમ સમુદ્ર ગંભીર છે, તેમ એ વંશ પણ અતિ ગંભીર છે, જેમ સમુદ્રમાં ઉત્તમ રત્નો છે, તેમ એ વંશમાં પુરુષરત્નો છે, જેમ સમુદ્રમાં પુણ્યનદીઓનો સંયોગ છે, તેમ એ વંશમાં પુણ્યસંચયરૂપી નદીઓનો સંયોગ છે.
૬૦
૧૭.એ વંશમાં સર્વ વ્યાપારીઓમાં શ્રેષ્ઠ, વિવેક-વિનયાદિ તેજસ્વી ગુણોનું ધામ, ઉત્તમ જૈનધર્મના મર્મના જ્ઞાનથી શુદ્ધબુદ્ધિવાળો, અને લક્ષ્મીવડે શોભાયમાન, એવો વીયદુ નામનો એક પુરુષ થયો.
૧૮.જે વીયદુના દાનથી થયેલી શુદ્ધ કીર્તિ, પાતાળપતિ શેષનાગની સ્ત્રીઓએ અતિ ખુશીથી ગાવાથી, ભૂમંડળની નિરંતર અતિશય ભારી ભાર ઉપાડવાનાં શ્રમથી થયેલી ૧(શેષનાગની) વેદના દૂર કરે છે.
૧૯.જેની કીર્તિના પ્રવાહથી નિર્મળ થયેલા આ ત્રિભુવનમાં, હિમાલયની પુત્રી (પાર્વતી) હર્ષ પામ્યાં કે ‘મારા પતિ સદા દિગંબર (નગ્ન) રહે છે અને હાથમાં ખપ્પર ધરે છે તેને હવે પછી કોઈ જોવા સમર્થ નથી,' એમ હું માનું છું. (શિવજી શ્વેતવર્ણના છે અને વીયદુની શ્વેત કીર્તિના ફેલાવાથી પોતે ઢંકાઈ ગયા.)
૧. શેષનાગ ઉપર પૃથ્વીનો ભાર સદા રહેલો છે એવી કથા છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org