________________
શ્રીજગડૂચરિત
૪૭.તેની ભક્તિથી મનમાં સ્પષ્ટપણે પ્રસન્ન થઈ, મહા તેજસ્વી સુસ્થિતદેવ (વરુણ) મધ્યરાતે તેની સન્મુખ પ્રગટ થયા. ૪૮.પ્રફુલ્લિત નેત્રવાળો ને બુદ્ધિમાન જગડૂ તરત જ તે સુસ્થિતદેવને પ્રણામ કરી મોટા ભક્તિ ભાવથી તેની સ્તુતિ કરવા લાગ્યો. ૪૯.‘‘હે સર્વ દેવના વાસ, સેંકડો પર્વતોના આધાર અને લક્ષ્મી તથા સુવર્ણના ઢગનો નિવાસ ! એવા હે રત્નાકર પ્રભુ ! તારો જય થાઓ.
૭૮
૫૦.‘‘મેઘમંડળ તારી જ પાસેથી પોતાની ઉપજીવિકા મેળવી (પાણી લઈ) આ આખા જગતને સહેલાઈથી જીવાડે છે. ૫૧.‘‘તારા વિષે એકાગ્રચિત્તવાળો જે હું, તેનાં સર્વ પાપો આ તારા દર્શનથી આજે જ સહેજમાં નાશ પામ્યાં. ૫૨.‘‘દેવતાઓમાં શ્રેષ્ઠ હે રત્નાકર ! જો તું પ્રસન્ન થયો હોય, તો મને વંશની વૃદ્ધિ કરનાર પુત્ર, અને ધર્મની વૃદ્ધિ કરનારી લક્ષ્મી આપ.”
૫૩.તે દેવે તેને કહ્યું ‘‘હે પુણ્યાત્મા ! તને પુત્ર થવાનો નથી, પણ તને સર્વ અર્થ સાધનારી એકલી લક્ષ્મી અચળ થજો.” ૫૪.‘‘તું (વ્યાપારાર્થે) જે અનેક વહાણો ભરીશ, તેને મારા વરદાનથી કંઈ પણ વિઘ્ન નહીં નડે.’’
૫૫.એ પ્રમાણે વરદાન મળ્યા પછી દેવતાઓમાં શ્રેષ્ઠ તે દેવને જગડૂ કહેવા લાગ્યો જેમ મને પુત્ર નહીં થાય તેમ મારા ભાઈઓને પણ નહીં થાય કે શું ?'’
૧.
જ્યારે દેવતાઓએ સમુદ્રનું મથન કર્યું ત્યારે તેમાંથી લક્ષ્મી, કૌસ્તુભ, પારિજાતક વગેરે ચૌદ રત્નો નીકળ્યાં.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org