________________
સર્ગ ૩ જો પ૬ ત્યારે ““તારા રાજ નામના ભાઈને બે પુત્ર અને એક પુત્રી
થશે” એવી વાણીથી સુસ્થિતદેવે તેને પ્રસન્ન કર્યો. પ૭.વળી પોતાના ભંડારમાંથી કેટલાંએક ઉમદાં રત્નો જગડૂને
આપીને, તે દેવોમાં ઉત્તમ દેવ અંતર્ધાન થઈ ગયા. ૫૮. એ વખતે કૂકડાએ પ્રભાતની નોબતના સરખો સુંદર સ્વર
મોટેથી કર્યો (બોલ્યો). પ૯ પરસેવાના બિંદુની પેઠે અષ્ટ થતા નિર્મળ તારાવાળી, અને
ચક્રવાક તથા કમળને પીડા કરનારી રાત્રિરૂપી પિશાચણી, જેનું ગાઢ અંધકારરૂપી વસ્ત્ર અતિ વિખરાઈ ગયું હતું, તે સૂર્યથી
જાણે ડરી હોય, તેમ જલદી જલદી જતી રહેતી હતી. ૬૦. ત્યારપછી ચક્રવાક પક્ષીના અવાજે સૂચવેલા પોતાના પતિ
સૂર્યના સમાગમની આશાવાળી પૂર્વદિશા, અંધકારરૂપ શોકનો
ત્યાગ કરવાથી અતિ પ્રસન્ન (ઉજ્વળ) થઈ. ૬૧. જેને સમુદ્રના વરદાનથી મોટો હર્ષ ઉત્પન્ન થયો છે, જે પંડિતોમાં
રહેલા સંતોષનું પોષણ કરનારો છે, અને જેની વિશાળ કીર્તિ ઉત્તમ કવિજનોથી ગવાઈ છે એવો, અતિશય સૌભાગ્ય અને લક્ષ્મીવાળો જગડૂ પ્રાત:કાળે પોતાને ઘેર આવ્યો.
એ રીતે આચાર્ય શ્રીધનપ્રભસૂરિનાં ચરણકમળમાં ભ્રમર સરખા તેમના શ્રી સર્વાનન્દસૂરિ નામના શિષ્ય રચેલા શ્રીજગડૂચરિત નામના મહાકાવ્યમાં રત્નાકરવરદાનવ્યવર્ણન નામનો ત્રીજો સર્ગ સંપૂર્ણ થયો.
૧. ચક્રવાકપક્ષીનાં જોડલાં રાત્રે જુદાં પડે છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org