________________
સર્ગ ૪ થો.
૧. તે પુરમાં ઇંદ્ર સરખી કાંતિવાળો સોળ કુળનો દીપક (જગ),
જેનાં મોટાં વહાણો સમુદ્રના ઉત્કૃષ્ટ વરદાનથી હમેશાં નિર્વિને
આવતાં હતાં, તે અધિક દીપવા લાગ્યો. ૨. ત્યારપછી ઓસવાળ વંશનો, ગુણવાન અને અનેક કાર્ય
સાધવામાં ચતુર એવો (એક) જયંતસિંહ (જેતસી કરીને)
જગડૂની સેવામાં તત્પર રહેતો હતો. ૩. (એ) જયંતસિંહ ઘણી વસ્તુઓથી ભરેલું તેનું એક વહાણ લઈ,
લાભાર્થે પ્રયત્ન કરી સમુદ્રમાર્ગે ઉત્તમ આદ્રપુર (હોર્મઝ) આવી
પહોંચ્યો. ૪. પછી તે વહાણમાંથી સર્વ વસ્તુ ઉતારી ઉત્તમ નજરાણાથી
ત્યાંના રાજાને પ્રસન્ન કરી, કોઈનું વિશાળ ઘર ભાડે લઈને
રહ્યો. ૫. તે પવિત્ર ચિત્તવાળાએ સમુદ્ર કિનારે એક પથ્થર જોયો, અને તે
લેવા માટે પોતાની ખુશીથી ચાકરોને ઘટિત હુકમ કર્યો. ૬. એટલામાં તંભપુરી (ખંભાત)નો રહીશ, અને તુર્કના
વહાણનો મુખ્ય કારાણી પ્રસંગોપાત્ત ત્યાં આવી ચઢ્યો, તેણે તે
ઉત્તમ પથ્થર દીઠો. ૭. તે લેવાને મોકલેલા ચાકરોને પણ જયંતસિહે પાછા વાળ્યા, તે
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org