________________
સર્ગ ૪ થો
૮૧ જોઈ તુર્કનો સેવક અતિ ગર્વથી આ પ્રમાણે કહેવા લાગ્યો. ૮. “જે કોઈ દઢ અભિમાની આ નગરના રાજાને એક હજાર દિીનાર (રૂ. ૬નો સિક્કો) આપે, તેજ પુરુષ આ સમુદ્રકિનારે
પડેલો પથ્થર લઈ શકે.” ૯. તેનું એવું વચન સાંભળી જયંતસિહ ફરીથી બોલ્યો,
આદ્રપુરના રાજાને તારા કહેવા પ્રમાણે દ્રવ્ય તરત આપી એ પથ્થર હું મમ્મતથી લઈશ.” ૧૦.તે તુર્કના વહાણનો કરાણી બોલ્યો, “એના કરતાં પણ બમણું
નાણું (બે હજાર દીનાર) આદ્રપુરના રાજાને પ્રતિજ્ઞાપૂર્વક
આપી, એ પથ્થર લઈ કીર્તિ મેળવીશ.” ૧૧.જયંતસિંહ બોલ્યો, “જે અભિમાની પુરુષ આ રાજાને એક
લક્ષ દીનાર આપે તે જ આ પથ્થર લે.” ૧૨.તે સ્તંભપુરીના તુર્કનો સેવક ક્રોધાયમાન થઈ પુનઃ આ પ્રમાણે
બોલ્યો, “તું કહે છે તેટલું દ્રવ્ય રાજાને તરત આપીને હું એ
પથ્થર લઈશ.” ૧૩.જયંતસિંહે કહ્યું, “આ રાજાને બે લાખ દીનાર પ્રતિજ્ઞાપૂર્વક
આપી એ પથ્થર સર્વથા લઈશ.” ૧૪.તે તુર્કનો ચાકર વળી બોલ્યો, “આ રાજાને જે હમણાં ત્રણ
લાખ દીનાર આપે તે જ અહીંથી પથ્થર ઊંચકી શકે.” ૧૫.એ વિવાદ સાંભળીને રાજા ત્યાં આવી લાગ્યો, તેને જયંતસિંહે
પડેલું દ્રવ્ય ઝટ તે જ વખતે આપી તે પથ્થર લઈ લીધો. ૧૬. દુષ્ટ (બુધ, મંગળ, અને શનિ) ગ્રહથી બંધાયેલો મેઘ જેમ
વર્ષાદ ન આપે, અમાસે બંધાયેલો ચંદ્રમા જેમ પ્રકાશ ન આપે,
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org