________________
૮૨
શ્રીજગડૂચરિત
તેમ વાદે બંધાયેલો તે (તુર્કનો ચાકર) પ્રતિજ્ઞા કરેલું દ્રવ્ય તે વખતે આપી શકયો નહીં.
૧૭.જેમ મેઘ-વાયુથી આરસી ખરાબ થાય છે, જેમ હિમથી કમળનું ઝુંડ સૂકાય છે, તેમ જયંતસિંહને લીધે તુર્કનો ચાકર અતિ ઝંખવાણો પડી ગયો.
૧૮.ત્યાં સર્વજનો એમ કહેવા લાગ્યા, ‘અહો ! જયંત મહા સાહસિક પુરુષ છે, (કેમકે) તેણે પોતાના ધણીની ખ્યાતિને અર્થે, (માત્ર એક) પથ્થર સારું રાજાને આટલું બધું દ્રવ્ય આપી દીધું.’'
૧૯.પછી તે જયંતસિંહે પોતાના સ્વામીને વિશ્વાસ આવવા સારું તે પથ્થર લીધો, અને (બીજો) માલ ભર્યા વગર વહાણ લઈ ભદ્રેશ્વર આવ્યો.
૨૦.તીવ્ર બુદ્ધિના ભંડાર, સોળના પુત્ર જગડૂને પ્રણામ કરી, તે ધીર પુરુષ, તે પથ્થર જલદીથી મંગાવી, સર્વ સભાને વિસ્મય કરતો આ પ્રમાણે સ્પષ્ટ બોલ્યો.
૨૧.‘‘તારી કીર્તિની રક્ષા કરવા માટે મેં તારું પુષ્કળ ધન આર્દ્રપુરમાં આ પથ્થર માટે સાહસ કરી ગુમાવ્યું છે, હવે તારી ખુશીમાં આવે તેમ મને (શિક્ષા) કર.’
૨૨.જેના યશની લોકો જગતમાં સ્તુતિ કરતા હતા એવો કૃતજ્ઞ જગડૂ એ રીતે બોલતા તે (જયંતસિંહ)ને હાથવતી ભેટી, હર્ષાશ્રુજળ ખૂબ પાડી, સભાસમક્ષ તેને કહેવા લાગ્યો. ૨૩.અદ્ભુત બુદ્ધિનું ધામ જે તું, તેણે એકલાએ મારા અભિમાનરૂપી ઉત્તમ જીવતરને પરદેશમાં પણ ખરેખર કાયમ રાખ્યું છે, ત્યારે તારા જેવા સદ્ગુણી પુરુષનો હું શો બદલો વાળું ?'’
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org