________________
સર્ગ ૪ થો ૨૪. એટલું વચન કહી તેણે તેને ખુશીની સાથે રેશમી વસ્ત્ર અને એક
વીંટી (શિરપાત્રમાં) તે વખતે આપી, (કારણકે) નિર્મળ
મનવાળા પુરુષોની બુદ્ધિ વિવેકથી ક્યાં હઠે છે? ૨૫. પછી તે માનરૂપી ધનના અભિલાષી યશોમતીના પતિ
(જગડૂ)એ, તે ચતુર જયંતસિંહને તેની ઇચ્છા કરતાં અધિક
ધન આપી પોતાની પાસે જ રાખ્યો. ૨૬ પોતાના બંધુવર્ગના ચરણકમળને ધોવાથી પડતા પાણીવાડે
તેની શુદ્ધિ થવા માટે તે (ત્રણ લાખ દીનારના પથ્થર)ને તે મનસ્વી જગડુએ પોતાના રહેવાના ઘરના સરસ આંગણામાં
મૂકાવ્યો. ૨૭.જગડૂના ગુણથી પ્રસન્ન થયેલા ભદ્રપુરનો અધિષ્ઠાતા ભદ્ર
નામે દેવ યોગીશ્વરનું રૂપ ધારણ કરી, ભિક્ષા લેવા માટે તેના
ઘરના આંગણામાં આવ્યો. ૨૮. (જગડૂના ભાઈ રાજની સ્ત્રી) રાજલ્લદેવી ત્યાં ભિક્ષા આપતી
હતી, તેને તે યોગીરાજે આ રીતે કહ્યું, “હે સુશીલા, તું ઘરના
સ્વામીને હમણાં મારી પાસે લઈ આવ.” ૨૯ રાજલ્લદેવીએ બોલાવેલો ઉદાર બુદ્ધિનો જગડુ ત્યાં આવી, તે
પથ્થર ભણી એક નજરે જોનાર અતિ અદ્દભુત આકૃતિના તે
યોગીશ્વરને નમ્યો. ૩૦. “હે બુદ્ધિમાન ! તું વિલંબ કર્યા વગર આ પથ્થર હમણા ઘરમાં
લઈ જા.” એવું યોગીનું વચન તે ધીર અને સત્વ ગુણના ભંડાર જગડૂએ માન્ય કર્યું.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org