________________
८४
શ્રીજગડૂચરિત ૩૧.તેણે યોગીની આજ્ઞાથી પથ્થરની સાંધમાં તીક્ષ્ણ ટાંકણાનો
તત્કાળ પ્રહાર કર્યો, તો તેનાં બે પડ મોટા કડાકા સાથે છૂટાં
થયાં, અને અનેક દિવ્ય રત્નોની હાર નજરે પડી. ૩૨.પથ્થરના મધ્યમાં રહેલા તામ્રપત્રપર જગડૂએ આ પ્રમાણે
અક્ષરો જોયા, “પૃથ્વીપતિ દિલીપે એ મનોહર રત્નો આ
ઠેકાણે રાખેલાં છે.” ૩૩.તે ખરા પ્રતાપવાળો યોગી તેને એ ઉત્તમ કાંતિનાં (પાણીદાર)
રત્નો આપી, પોતાનું દિવ્ય રૂપ પ્રદર્શિત કરી તે સુંદર
મહેલમાંથી પછી અંતર્ધાન થઈ ગયો. ૩૪.ત્રિલોકમાં વિખ્યાત કીર્તિવાળો અને પરોપકાર કરવામાં તત્પર
એવો તે જગડૂ ઉત્તરાયણના સૂર્યની પેઠે પોતાના તેજમાં દિન
પ્રતિદિન વૃદ્ધિ પામતો ચાલ્યો. ૩૫.શ્રીજગડૂના મનોહર યશરૂપ કપૂરના સમુદાયે મહાદેવના
શરીરને સુગંધી, સુંદર, અને પવિત્ર કર્યું, (એટલે) તે નિરંતર સ્મશાનમાં જઈ ભસ્મ ધારણ કરવા માટે, અથવા લોહીથી નીંગળતા હસ્તિના ચામડા માટે પણ ફરીથી ઈચ્છા નહીં કરે,
એમ હું ધારું છું. ૩૬ હતા અને હુહુ ઇત્યાદિ ગંધર્વોથી ગવાતી જગડૂની ચળકતી ૧. ગજાસુરને મારીને તેનું આળું ચામડું મહાદેવે ઓઢેલું છે, એવી કથા છે.
હાહાથેવમ શ્વત્રિદિવસ: “હાહા”પ્રકારે ઇન્દ્રના ગાનારાઓએ શોક કર્યો, તેથી તેઓ “હાહા” કહેવાયા, એ રીતે નૈષધાવ્ય માં ઉન્મેલા કરી છે. નળદમયંતી વચ્ચે ચોવટ કરનાર હંસ કહે છેઃस्वर्लोकमस्माभिरित: प्रयातैः केलीषु तद्गानगुणान्निपीय ।। हाहेति गायन्यदशोचि(?) तेन नाम्नैव हाहा हरिंगायनोऽभूत् ।।
ર.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org