________________
૧૪૪
श्रीजगडूचरितं महाकाव्यम् આમ જુઓ. જગડૂએ રીસમાં જોયું નહીં. વળી તે બોલી, “આપણી મીણની ઈટો તો સોનાની થઈ ગઈ.” તે ઉપરથી જગડૂએ જોયું તો તેને સોનાની ઈટો જણાઈ. તેની પરીક્ષા કરાવી તો તે સોનાની જ નીવડી. એટલે તે બધી છાનીમાની ઘરમાં આણી મીણ છૂટું પાડીને વેચી બધી ઈટો ૫૦૦ હતી. તેને સ્ત્રીએ કહ્યું, “ધર્મગુરુને બોલાવો અને તેમણે કહેલાં ધર્મમાં ધન વાપરો, કારણ કે ધન હંમેશાં રહેતું નથી.” જગડૂશાએ મીણનો વેપાર કીધો છે, એમ જાણી ધર્મગુરુએ આવવા ના પાડી, ત્યારે જગડૂએ ગુરુને શિષ્યોની સાથે દેવપૂજા કરવા બોલાવ્યા. દેવપૂજા કરતી વખતે એક ક્ષુલ્લક (જેમણે સંસાર તુચ્છ ગણેલો છે એવા જૈન સાધુ) બોલ્યા, ભાઈ, જગડૂના ઘરમાં લંકાબંકા આવી છે કે શું? આ જુઓ તો ખરા.” ગુરુએ સોનાની ઈટો જોઈ જગડૂ પૂછ્યું, “આ ઈટો ક્યાંથી?” એટલે જગડૂએ સર્વ વૃત્તાંત કહ્યો. ગુરુ ખુશી થયા. જગડૂએ કહ્યું કે “લીધી તો મીણ સમજીને, પણ તે થઈ ગઈ સોનાની. રાજ્યભયથી મોટેથી બોલાતું નથી. એ પ્રમાણે જગડૂના ઘરમાં કોટી કંકો થયા.
કથા ૩જી એક વખત ગુરુઓએ જાણ્યું કે સં. ૧૩૧પથી ૧૩૧૭થી સુધી ત્રણ વર્ષ દુષ્કાળ પડવાનો છે. તેની તેઓએ ભાષાલંકારમાં જગડુને જાણ કરી. તે પરથી જગડૂશાએ ગામેગામ અને નગરનગર પોતાના વાણોતરો પાસે અનાજના એક લક્ષ મૂડાનો સંચય કરાવ્યો. પછી દુષ્કાળ સમયે ૧૧૨ સદાવર્ત માંડ્યાં. તેમાં પાંચ લાખ માણસો જમતાં. પાટણના રાજા વીસલદેવને ૮,૦૦૦ મૂડા આપ્યા. સિંધના હમીરને ૧૨,૦૦૦ મૂડા આપ્યા. ગજનીનો સુલતાન, જગડૂ પાસે માગવા આવતાં, જગડૂ તેની સામે ગયો. તેને સુલતાને પૂછ્યું, “તું ' ? જગડૂએ કહ્યું, “હું બહૂ' સુલતાને કહ્યું, “ઠીક.” પણ કોઠાર પર “નિર્ધન માટે એટલા અક્ષરો જોઈ સુલતાને કહ્યું, “હું જાઉં છું. હું રંકનું ધાન્ય લઈશ નહીં. એટલે જગડૂએ રંક નિમિત્ત ઉપરાંતના ૨૧,000 મૂડા આપ્યા.
આઠ હજાર જ વિસલને બાર હજાર હમીર, એકવીશ સુલતાનને, દીધા જગડૂ વીર.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org