________________
પરિશિષ્ટ [૪] જગડુપ્રબંધસારાંશ
૧૪૩ મોટો પથ્થર લાવ્યો છે, તેથી તારું ઘર ભરાશે! જગડૂએ ઉત્તર દીધો, ગુમાસ્તો સારું નરસું લાવે, તે શેઠે પ્રમાણ કરવું જોઈએ. જેવું ધનિકનું ભાગ્ય, તેવી વસ્તુ આવે એમાં કાંઈ વિચાર કરવા જેવું નથી.” પછી તે વાણીઆને તથા પથ્થરને મહોત્સવથી ઘેર લઈ આવ્યો, ત્યારે જગડૂએ સર્વ સમક્ષ કહ્યું કે “ભાગ્ય આધીન થઈ કોણ બૂડતું નથી? એણે બહુ સારું કર્યું, મારી આબરૂ જાળવી.' એમ કહી આંગણામાં પથ્થર મૂક્યો. જગડુએ પોતાના ગુરુને પથ્થરનું રૂપ કહ્યું. ગુરુના વચનથી પથ્થરમાં કંઈપણ માલ છે, એમ જાણી પથ્થર ફોડી જોયો તો માંહેથી સવાલક્ષ રત્ન નીકળ્યાં, અને તેને ત્યાં બહુ લક્ષ્મી થઈ.
કથા રજી ભદ્રેશ્વરમાં ભાડલભૂપ રાજ્ય કરતો હતો. તે પાટણના વીસલદેવ રાજાની સેવામાં હતો. ત્યાં સોળ નામે શેઠીયો હતો, અને તેની શ્રીદેવી પત્નીથી રાજ, જગડુ અને પધરાજ નામના ત્રણ પુત્રો થયા. જગડૂશાહે સમુદ્રતીરે બજાર બાંધી. એક વખતે ચાંચીચાઓ જગડૂ પાસે આવીને કહેવા લાગ્યા, “અમને મીણથી ભરપૂર વહાણ મળી આવ્યું છે, જો તને જોઈતું હોય તો ધન આપીને લે. તે ઉપરથી જગએ મૂલ આપી વહાણ લીધું. જગડૂના નોકરો ગાડામાં મીણ ભરીને તેને ઘેર લઈ જઈ, તેની સ્ત્રીને પૂછવા લાગ્યા, “જગડૂશાએ મીણ લીધું છે, તે
ક્યાં ઉતારવું છે?” ત્યારે તે બોલી, “એ પાપનું બંધન મીણ અમારે ઘેર ઉતારવું નથી.” એટલે નોકરીએ તે બધી મીણની ઈટો ઘરના આંગણામાં લીમડાની નીચે ઉતારી. જગqશાએ સ્ત્રી સાથે કજીઓ કીધો. તે બોલી, “મીણના વેપારમાં પાપ લાગે.” એમ એક બીજા કજીઓ કરી રીસાયાં, અને તેમને ત્રણ માસ અબોલા રહ્યા. જગડૂના પુત્રે સગડીમાં તાપ કરવા ઘાસ નાંખ્યું અને છોકરમતમાં તેમાં ઈટ પણ નાંખી. તેથી મણ ઓગળ્યું, એટલે ખુલ્લી થયેલી સોનાની ઈટો નજરે પડી. સ્ત્રીને જગડૂ સાથે અબોલા હતા પણ ધનને લોભે તેને તે કહેવા લાગી
૨. એ ખોટું છે, જગડૂને પુત્ર હતો જ નહીં. વખતે “પુત્રી માટે લેખકની ભૂલ
છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org