________________
૧૩
સુધી વેપાર ખેડ્યો હતો. આમ વ્યાપારનિપુણ અતિ ધનાઢ્ય હોવા ઉપરાંત સાહસી વીર, ધર્મનિષ્ઠ અને દીન દુઃખીયાને ઘણી સહાય આપનાર જગડૂ હતો. શત્રુંજય અને ગિરનારના સંઘો કાઢી જૈનમંદિરો બંધાવી, જીર્ણમંદિરોનો ઉદ્ધાર કરી જૈનધર્મની સેવા કરી. જૈન હોવા છતાં બીજા ધર્મો પર તેને જરાપણ દ્વેષ ન હતો, તેથી તેણે શિવ અને વિષ્ણુનાં મંદિરોની જીર્ણોદ્ધાર કરાવ્યો અને મુસલમાનોને માટે મજીદ બંધાવી હતી. તેણે પોતાની વિધવા પુત્રીનો પુનર્લગ્ન કરવાનો વિચાર કરી તેને માટે પોતાની જ્ઞાતિની આજ્ઞા પણ તે પ્રાપ્ત કરી ચૂક્યો હતો પરંતુ પોતાના કુટુંબની બે વૃદ્ધ સ્ત્રીઓના વિરોધથી તે તેમ કરતાં અટક્યો હતો. [જૈ. સા. સં. ઈ. નવી આ. પૃષ્ઠ ૨૬૫-૨૬૬.]
જુઓ ધનપ્રભસૂરિશિષ્ય સર્વાનન્દસૂરિકૃત જગડૂચરિત. મૂળ તેમજ ગૂ. ભાષાંતર સહિત રા. મગનલાલ દલપતરામ ખખ્ખરે પ્રકટ કર્યું છે. (બૃહ. ૨. નં. ૨૮૪) નાગરી પ્રચારિણી પત્રિકામાં લેખ તથા વસંતમાં આવેલ રા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીનો લેખ. “પૂ. આ સર્વાન્દસૂરિનું શ્રીજગડૂચરિત એક કાવ્ય-ચરિત પુસ્તક છે. આ કાવ્ય ગ્રંથ છે એટલે તેમાં અલંકાર અને અતિશયોક્તિ હોય તે સાહજિક જ છે, પરંતુ એ અતિશયોક્તિ અને અલંકાર છતાં પણ તેમાંથી ઇતિહાસને યોગ્ય ઘણા બિંદુઓ મળી આવે છે. જગડૂશાહના વૃત્તાંતની સાથે સંબંધ રાખતાં બીજા બનાવોને નોંધતાં પૂ.આ.સર્વાનન્દસૂરિએ આ કાવ્યપુસ્તકમાં પણ ઐતિહાસિક બિંદુ લક્ષમાં લીધેલાં હોય એમ લાગે છે. લોકની રીતભાત, દેશની સ્થિતિ અને નાયકના વૃત્તાંતનું વર્ણન તે કાળનું વાચકને યથાર્થ દર્શન કરાવે છે. કંથકોટ, ભદ્રેશ્વર વગેરે નગરોનાં વર્ણનો તે તે સ્થાનની વિભૂતિથી તે કાળે, તે કેવો સમૃદ્ધવાન હતાં તે સ્પષ્ટ દેખાડે છે. ++ ગૂજરાત, સિંધ, થરપારકર, કચ્છ, કાઠિયાવાડ વગેરેમાં રાજ્ય કરતા રાજાઓનાં સંબંધમાં પણ કેટલાક પ્રસંગ જાણવા જેવા આવે છે. પારકર-થરપારકરના રાજા પીઠદેવના સંબંધમાં જગડૂશાહે ગુજરાતના
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org