________________
૧ર
૪. તે સમયે ગુજરાતનો દરિયાઈ વ્યાપાર ઉન્નતિ ઉપર હતો ભારતીય
જહાજો દરિયા પારના દેશોમાં આવનજાવન કરતાં હતાં. ૫. વીસલદેવના દરબારમાં સોમેશ્વર વગેરે કવિઓ હતા.
[જે. બુ. સા. ઈ. ભા. ૬ પૃષ્ઠ. ૪૧૭] કવિ પરિચય અને રચનાકાળ–કાવ્યના પ્રત્યેક સર્ગના અંતે આપેલી પુષ્યિકામાંથી જાણવા મળે છે કે, આ જગડૂમહાચરિતના કર્તા પરમપૂજય આચાર્યભગવંત શ્રીમદ્વિજયધનપ્રભસૂરિમહારાજાના શિષ્ય પરમપૂજય આચાર્યભગવંત શ્રીમદ્વિજયસનન્દસૂરિમહારાજા છે. કાવ્યના અંતે એવી કોઈ પ્રશસ્તિ આપેલી નથી કે જેમાંથી કવિનો વિશેષ પરિચય અને રચનાનો કાળ જાણી શકાય. તો પણ કાવ્યના પ્રારંભમાં કવિએ લખ્યું છે કે “ગુરુનાં વચનોનું સ્મરણ કરીને હું જગડૂના ઉત્તમ ચરિતની રચના કરું
આ ઉપરથી જણાય છે કે, કવિ જગડૂના સમકાલીન તો નથી. તેમણે જગડૂના પાવન કાર્યોનું વિવરણ ગુરુના મુખે સાંભળ્યું હતું. સંભવતઃ કવિના ગુરુ પૂજ્ય આચાર્ય ધનપ્રભસૂરિમહારાજ જગડૂના સમકાલીન રહ્યા હશે અને તેમણે જગડૂના પુણ્યકાર્યોનો આંખે દેખ્યો અહેવાલ પોતાના શિષ્યને સંભળાવ્યો હશે, જેનાથી પ્રભાવિત થઈને કવિએ આ કાવ્યની રચના તત્કાલ અર્થાત્ સાંભળ્યા પછી તરત (મૂલ ઘટના પછી ૩૦-૪૦ વર્ષ પછી) સં. ૧૩૫૦ લગભગ કરી હશે. શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈએ આ કાવ્યનો રચનાકાળ વિક્રમની ચૌદમી સદી માન્યો છે. [જૈ. સા. બુ. ઈ. ભા. ૬ પૃ. ૨૨૭-૨૨૮]
વીસલદેવના વારામાં સં. ૧૩૧૨થી ૧૩૧૫માં જબરો દુકાળ પડ્યો, તે વખતે કચ્છના ભદ્રેશ્વરના શ્રીમાળી જૈન જગડૂશાહે સિંઘ, કાશી, ગૂજરાત વગેરે દેશોમાં પુષ્કળ અનાજ આપી દાનશાળાઓ ખોલી અને ત્રણ વર્ષના દુષ્કાળનું સંકટ નિવાર્યું. જગડૂએ આદ્રપુર (એડન)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org