________________
સંપાદકીય
આ જગડૂચરિતમહાકાવ્યમાં ૧૩-૧૪મી સદીમાં થયેલા પ્રસિદ્ધ જૈન શ્રાવક જગqશાહનું ચરિત્ર આલેખાયું છે. આ લઘુકાવ્યમાં સાત સર્ગ છે અને કુલ ૩૮૮ શ્લોક છે. આ કાવ્યમાં અનેક વૈવિધ્યસભર છંદો હોવાથી આ કાવ્યમાં મહાચરિતના લક્ષણો સંગત થઈ શકે છે. દરેક સર્ગને અંતે શ્રીહૂરિને માથે પ્રથમ - દિતિયઃ સ. એમ આવે છે. આ કાવ્યમાં જગડૂનાં અનેક ધાર્મિક કાર્યો તથા તેમની પરોપકારિતાનું વર્ણન છે. આમાં અનેક ઐતિહાસિક પ્રસંગો પણ આપેલ છે.
આ કૃતિમાંથી નીચે મુજબ માહિતી મળે છે : સં. ૧૩૧૨થી ૧૩૧૫ સુધી ગુજરાતમાં ભયંકર દુકાળ પડ્યો હતો,
તેમાં વિસલદેવ જેવા રાજાઓ પાસે પણ અનાજ રહ્યું ન હતું. ૨. સં. ૧૩૧૨થી ૧૩૧૫માં ગુજરાતમાં વિસલદેવનું, માલવામાં
મદનવર્માનું, દિલ્હીમાં મોજદ્દીન (નસીરુદ્દીન)નું તથા કાશીમાં
પ્રતાપસિંહનું શાસન હતું. ૩. પાર પ્રદેશનો શાસક પીઠદેવ અણહિલ્લપુરના શાસક લવણ
પ્રસાદનો સમકાલીન હતો.
--
-
-
--
--
-
---
૧. આ સંપાદકીય લખાણમાં જૈ.બુ.સા. ઈતિહાસ ગુજરાતી આવૃત્તિ ભા.૬
તથા જૈ. સા. સં. ઈતિહાસ નવી આવૃત્તિમાંથી કેટલુંક લખાણ સાભાર ઉદ્ધત કરીને લીધેલ છે. સંપા.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org