________________
૧૦
પુનરુદ્ધાર કરીને નવીનસંસ્કરણરૂપે પ્રકાશિત કરવામાં આવે તો અનેકોને આવા ઉત્તમદાનવીર જગડૂશાહનું ચિરત વાંચવાનો સુઅવસર સાંપડે આવી ઉત્તમભાવનાનુસાર આ કાર્ય અંગે મેં શ્રુતોપાસિકા સાધ્વીશ્રીચંદનબાલાશ્રીને પ્રેરણા કરી અને તેમણે પણ મારી પ્રેરણાને ઝીલીને પોતાની નાદુરસ્ત રહેતી તબીયતમાં પણ શ્રુતભક્તિનું આ કાર્ય સહર્ષ કરીને શ્રુતપ્રત્યેની, પૂર્વના મહાપુરુષ પ્રત્યેની ઉત્તમભક્તિ કરીને મહાન પુણ્યોપાર્જન ક૨વા સાથે સ્વ-પર ઉપકારક એવું આ સંપાદનનું કાર્ય કરીને સ્વઆત્મશ્રેયઃ સાધ્યું છે.
આવા પૂર્વે થઈ ગયેલા દાનવીરો વસ્તુપાળ-તેજપાળ, ભામાશાહ, દેદાશાહ પેથડશાહ, જગડૂશાહ વગેરેના ચરિત્રો વાંચવાથી જાણવાથી, માણવાથી એમના જીવનમાં શ્રેષ્ઠ ઉમદાગુણો, આવી શ્રેષ્ઠ પરોપકાર ભાવના સૌ કોઈના જીવનમાં પ્રગટે અને “ઉત્તમના ગુણ ગાવતાં ગુણ આવે નિજ અંગ' આ પંક્તિ સાર્થક થાય એ જ શુભભાવના વ્યક્ત કરું છું.
– પંન્યાસ શ્રીવજસેનવિજય
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org