________________
૧૪
આ જગડૂચરિતમહાકાવ્ય મૂળ તેમ જ ભાષાંતર સહિત રા. મગનલાલ દલપતરામ ખખ્ખરે ઈ. સ. ૧૮૯૬માં મુંબઈથી પ્રકાશિત કર્યું છે તથા હર્ષપુષ્યામૃતગ્રંથમાળાથી વિ. સં. ૨૦૩૮, ઈ. સ. ૧૯૮૨માં મૂળ પ્રકાશિત થયેલ છે. મ.દ.ખખ્ખરે પ્રકાશિત કરેલ આવૃત્તિ કોબા શ્રીકૈલાસસાગરજ્ઞાનભંડારમાંથી મળેલ છે. તે આવૃત્તિ અત્યંત જીર્ણ થઈ ગયેલ હોવાથી હાથમાં આવતાં થયું કે જગડૂચરિતમહાકાવ્યનું ભાષાંતર આમાં તૈયાર કરીને પ્રકાશિત કરવામાં આવેલ છે તેથી મૂળ અને ભાષાંતર સહિત આનું નવીનસંસ્કરણ પ્રકાશિત કરવામાં આવે તો અનેકોને આ ગ્રંથ વાંચવામાં ઉપયોગી થઈ શકે અને ઇતિહાસ જાણવાની ઇચ્છાવાળાને પણ ઐતિહાસિક માહિતીઓનો બોધ થઈ શકે. આ અંગે પરમપૂજય પંન્યાસપ્રવર શ્રી વજસેનવિજયમહારાજને જાણ કરતાં તેઓએ પણ આ જગડૂચરિતનું નવીનસંસ્કરણ મૂળ અને ભાષાંતરસહિત પ્રકાશિત થાય તે માટે ખાસ પ્રેરણા કરી અને એ પ્રેરક પરિબળના આધારે આ નવીનસંસ્કરણ તૈયાર થઈને ભદ્રકર પ્રકાશન તરફથી પ્રકાશિત થઈ રહેલ છે. ઉપરોક્ત બંને
રાજાની મદદ મેળવી હતી. મોટા રાજાઓની સાથે પણ તે કાળના વ્યાપારીઓ કેવા મમતથી કામ લેતા હતા તે તથા દરબારમાં જગડૂશાહ જેવા માતબર વ્યાપારીઓનું કેવું માન હતું વગેરે બીના જગડૂશાહ ગુજરાતના રાજદરબારમાં ગયા તે વેળાએ તેમને મળેલા માન પરથી જણાઈ આવે છે. તે કાળે ગુજરાત અને કચ્છ કાઠીયાવાડના વેપારીઓ સમુદ્રમાર્ગે વેપાર ચલાવતા હતા અને ખંભાતમાં તુર્ક લોકોનું રાજય હતું વગેરે બીના જેતસી નામના જગડૂશાહના એક વહાણવટે ગયેલા ગુમાસ્તાના વૃત્તાંત પરથી સ્પષ્ટ થાય છે. ગુજરાતી ૧૪-૬-૧૮૯૬ પૃ. ૬૪૫ [જૈ. સા. સં. ઈ. નવી આ. પૃષ્ઠ ૨૬૬ ટિ. ૪૧૨.]
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org