________________
૧૧૬
શ્રીજગડૂચરિત્ ૨૨. “પોતાની સંમોહની વિદ્યા સાધવાને માટે આ યોગી મારી
ખોપરી લેવા સારું ટાંપી રહેશે, માટે તમારે બારણાંને બરાબર
આગળ દઈ નાગી તરવારે નિશ્ચય ઊભા રહેવું. ૨૩. ““મારા હોંકારાનો અવાજ સાંભળ્યો કે તરત તે અંદરના
ઓરડાનું બારણું ઉઘાડીને જેને પુણ્યની જ કામના છે એવા તમે
મને પદ્માસનપર બેઠેલો જોજો.” ૨૪. “ઠીક” એમ કહી તેઓએ તેની આજ્ઞા માથે ચઢાવી, અને તે
દોષ રહિત સૂરિએ તરત અંદરના ઓરડામાં જઈ, પોતાનું મન
શુદ્ધ પરબ્રહ્મને વિષે લગાડ્યું. ૨૫.શુભ ધ્યાનના યોગે તે સૂરિએ પોતાના શરીરમાં ઝેરનો ફેલાવો
અટકાવી, હોંકારો કર્યો એટલે સર્વ ભવ્યોમાં આનંદ વ્યાપ્યો. ૨૬.તે સૂરી છેદ પાડીને કુંપળ જેવી હાથની આંગળીના ભાગમાં
રહેલાં વિષનાં ટીપાં પિકદાનીમાં પાડ્યાં. ૨૭.તે યોગીએ વિષની પીડામાંથી મુક્ત થયેલા તે ઉત્તમ સૂરિને - ભક્તિભાવથી પ્રણામ કરી, અધ્યાત્મસ્વરૂપના અર્થવાળું એક
ઘણું સુંદર સ્તોત્ર ગાયું. ૨૮. તે કૃપાસાગર સૂરિ, યોગીને આ પ્રમાણે કહેવા લાગ્યો.
“આજથી સાતમે દહાડે આજ સર્પથી તારું મોત છે, એમ મને
દેખાય છે.” ૨૯ પછી તે યોગી કંથકોટ ગયો, અને તેણે ત્યાં બીજા કોઈ યોગીંદ્ર
સાથે મોટો વાદ કીધો, અને તેજ સર્પથી સૂરિએ કહેલા દિવસે તેનું મોત થયું.
૧. ખોપરીપર મેસપાડી અંજન કરવું અને તેમાં મંત્રની ચીજો મૂકી મંત્રપૂર્વક
કોઈને મોહ કરવો તે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org