________________
સર્ગ ૭ મો
૧૧૭ ૩૦.એ પ્રમાણે શ્રીષેણસૂરિના ખરા પ્રભાવનો મહિમા જોઈ, જગડૂ
પોતાના મનમાં અતિ વિસ્મય પામ્યો, અને તેણે ઘણો જ હર્ષ
થયો. ૩૧. પૃથ્વીના શણગારના હાર, અને કલિના નાશકર્તા જગડૂએ તે
ગુરુનાં વચનથી સંઘ યાત્રા વગેરે અનેક ધર્મનાં કાર્યો કર્યા. ૩૨ પછી શ્રીષેણસૂરિ પાસેથી ધર્મનું તત્ત્વ જેણે શ્રવણ કીધું છે
એવો, અને જગજનનો ઉદ્ધાર કરનાર જગડૂ પોતાનું આયુષ્ય પૂરું કરીને હરિનાં લોચન પાવન કરવાને સ્વર્ગમાં
ગયો મૃત્યુ પામ્યો.). ૩૩.એ જ્યારે મૃત્યુ પામ્યો, ત્યારે લોકો એમ કહેવા લાગ્યા કે બળિ
રાજા, પુણ્યશાળી શિબિરાજા, જીમૂતવાહન, વિક્રમાદિત્ય અને
ભોજરાજા પણ આજે જ સ્વર્ગે ગયા. ૩૪.જેણે શત્રુરૂપી ઘુવડોનો મદ શાંત કર્યો છે, અને ધનરૂપી
કિરણ વડે (દારિદ્યરૂપી) અંધકારને દૂર કર્યો છે, એવો જગફૂરૂપી સૂર્ય, કાળે કરી ઝડપાયો, ત્યારે અફસોસ ! કે આ
પૃથ્વી એક ક્ષણમાં મદ વગરની થઈ ગઈ. ૩૫. દિલ્હીપતિએ મસ્તક ઉપરથી મુગટ ઉતારી નાંખ્યો,
અર્જુન(દેવે) પણ ખૂબ રુદન કર્યું, અને સિંધના રાજા (હમીરે) પણ બે દિવસ સુધી અન્ન ન ખાધું.
.
ધ
૧. વીસલદેવની પછી ગુજરાતની ગાદીએ અર્જુનદેવ થયો વિ. સં. ૧૩૧૮
૩૧. ડૉક્તર બુલર સાહેબ લખે છે કે અર્જુન પાંડવ લઈએ તો બેસતું નથી, તેમ અર્જુનદેવ રાજા લઈએ તો ૩૯માં શ્લોકમાં આગળ એમ આવે છે કે વીસલના કુળને તેના બે ભાઈઓએ શોભાવ્યું તેને બાધ આવે છે, પણ તે બાધ નથી. કેમ કે વીસલનાં કુળને લખે છે, વીસલના “દરબાર” ને એમ નથી લખતો. તો અર્જુનદેવ વીસલનું જ કુળ છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org