________________
સર્ગ ૭મો
૧૧૫ ૧૫. “હે દ્વિજમાં શ્રેષ્ઠ ! કરાર કરેલા વીશ ઘોડા હું કંઈ તારી પાસે
માંગતો નથી, માત્ર એટલા જ માટે કે) આપણા વચ્ચે નિર્મળ
અને સુખકર પ્રીતિ બહુ વધે.” ૧૬.વસલરાજાનો ઉત્તમ સલાહકાર (નાગડ) જગડૂનું આવું સુંદર
વચન સાંભળી, પોતાના હૃદયમાં ઘણો જ આનંદ પામ્યો,
(કારણ) વિવેકીઓના ગુણોથી કોણ હર્ષિત ન થાય? ૧૭.શ્રીષેણસૂરિનાં ચરણકમળને રાજહંસની પેઠે સેવતો, અને સારાં
દાન આપવાથી થયેલી મોટી કીર્તિવડે કલ્પવૃક્ષ જેણે જીત્યું છે એવો, સદાચરણી (જગરો પોતાના મનમાં જિનના અધિપતિ [શ્રી>ઋષભદેવભગવાનના સ્થાપેલા એક તત્વનાં ચિંતન
ઉપર હમેશાં મન રાખતો હતો. ૧૮.પછી ભદ્રેશ્વરમાં પુરુષો આગળ શ્રીષેણસૂરિ પ્રભાત સમયે
સર્પનાં ખરાં સ્વરૂપ વિષે વ્યાખ્યાન આપતા હતા, તે વખતે
કોઈ એક દુષ્ટ યોગી આવી ચઢ્યો. ૧૯.તે અદેખા યોગીએ નાગના મત સંબંધી મોટો વાદવિવાદ તે
મુનીન્દ્ર સાથે કર્યો, અને તે વખતે બેઠેલા સર્વ વિચક્ષણ અને
સભ્યજનોને ચકિત કીધા. ૨૦.તે યોગીએ મોકલેલા વિષથી ભરપૂર એવા કોઈ નાગે શુદ્ધ
મનના શ્રીષેણસૂરિના હાથની કોમળ આંગળીના અગ્ર ભાગમાં
ડંખ માર્યો. ૨૧.તેના ગયા પછી તે સૂરીન્દ્ર (મનમાં) અતિ દુઃખ પામતા
ભવ્યોને આ પ્રમાણે કહેવા લાગ્યો, ““ઝેર ઉતારવાના હેતુથી ધ્યાન કરવા આ અંદરના ઓરડામાં જાઉં છું.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org