________________
૧૧૨
શ્રીજગડૂચરિત દ્વારા સ્વધર્મીઓ પ્રત્યે પ્રીતિદર્શક કાર્યો કરાવ્યાં. ૧૩૫. સારા આચરણનો ભંડાર જે જગડૂ, લાજને લીધે ન માગી
શકે એવા કુલીન લોકોને, સુવર્ણના પુષ્કળ ચળકતા દીનારો અંદર નાંખેલા, એવા લાડુઓ હમેશાં રાત્રે છાની રીતે આપતો હતો, તે પુણ્યશાળીના જેવો પૃથ્વીપર કોણ થયો છે,
કોણ થવાનો છે, અને કોણ હાલમાં છે. ૧૩૬. એ રીતે પૃથ્વી પરના ત્રણ વર્ષના અતિ તીવ્ર દુકાળને દળી
નાંખી, મહા વૈભવવાન તે જગડૂ સર્વ જનને જીવાડનાર થયો.
એ રીતે આચાર્ય શ્રીધનપ્રભસૂરિનાં ચરણકમળમાં ભ્રમર સરખા તેમના શ્રી સર્વાનન્દસૂરિ નામના શિષ્ય રચેલા શ્રીજગડૂચરિત નામના મહાકાવ્યમાં સકલજનસંજીવન નામનો છઠ્ઠો સર્ગ સંપૂર્ણ થયો.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org