________________
સર્ગ ૬ ઠ્ઠો
૧૧૧ ૧૨૬. તેણે દિલ્હીના બાદશાહ મોજઉદિનને તરત જ ર૧,૦૦૦
સારા ધાન્યના મૂડા આપ્યા. (ઈ. સ. ૧૨૪૬-૧૨૬૫). ૧૨૭. કાશીના રાજા પ્રતાપસિંહને ૩૨,૦૦૦ અનાજના મૂડા
જગડૂએ આપ્યા. ૧૨૮. ચક્રવર્તી રાજાની ખ્યાતિ પામેલા અંધિલ (કંધાર દેશ ?) ના
રાજાને તેણે ૧૨,000 અનાજના મૂડા તે વખતે આપ્યા. ૧૨૯. ઉદાર બુદ્ધિવાળો, પુણ્યનો આધાર, (અને) જગતનું
જીવનરૂપી વહાણ, એવા તે જગએ ૧૧૨ દાનશાળાઓ
બનાવી. ૧૩૦. તે, કરોડો લજ્જાપિંડોમાં સોનાના દૈનાર નાંખીને તે કુલીન
જનને રાત્રે આપતો હતો. ૧૩૧. ૯,૯૯,૦૦૦ ધાન્યના મૂડા, તથા અઢાર કરોડ દામ
યાચકોને દુકાળમાં તેણે આપ્યા. ૧૩૨. બેહદ દાનનો દાતાર અને લક્ષ્મીના હૈયાનો હારરૂપી
શણગાર, એવો જગડૂ દુકાળરૂપી સંનિપાત (દૂર કરવા)માં
ત્રિકટુ ઔષધિની ઉપમાને પામ્યો. ૧૩૩. જે કળિયુગે નળનો પરાભવ કીધો હતો, તેને પણ જગડૂએ
પૃથ્વીનો ત્યાગ કરાવ્યો. ૧૩૪. નિર્મળ મનવાળા તેણે, બીજા દેશોમાં પણ પોતાના માણસો
૧. કુલીન લોકો શરમાય તેથી રાત્રે જે છાના લાડુ અપાય તે લક્ઝાપિંડ,
પણ જો લાજાપિંડ લઈએ તો પાણીના લાડુ એવો અર્થ થાય છે. ૨. ૩૨ રતી ભાર સોનાનો દીનાર, વિંશતિવારિતિવચનમ્. ૩. ત્રિકટુ = સૂંઠ, મરી, અને પિપ્પર.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org