________________
૧૧૦
શ્રીજગડૂચરિત
૧૨૦. ‘‘કલ્પવૃક્ષ, ચિંતામણિ, અને કામધેનુ (એ ત્રણ), સ્વર્ગમાંથી આવીને પૃથ્વીપર શ્રીસોળના ત્રણ પુત્રરૂપે અવતર્યાં છે એમ હું માનું છું, અને તેના વગર દેવતાઓ સ્વસ્થ કેમ રહી શકતા હશે ?
૧૨૧. ‘‘દાન, માન, વિવેક, સુવાણી, સુનીતિ, સાહસ, કીર્તિ, ધૈર્ય, સભ્યતા, લજ્જા, ગુરુજન તરફ નમ્રતા, ભાવના, દયા, યોગ્યતા, હિંમત, અને પૃથ્વીમાં રાજાઓના કુળ સ્થાપવામાં, એક જ શ્રીસોળનો પુત્ર (જગડૂ) હમેશાં પોતાનું મન તત્પર રાખે છે.''
૧૨૨. એ પ્રમાણે એ કવિઓ તેનો યશ ગાતા હતા, તે સાંભળીને જગડૂએ લજ્જા પામી પોતાનું માથું નમાવ્યું.
૧૨૩. પુષ્કળ ધન દોલત આપીને તે કવિઓને ખુશ કરી, ચૌલુક્ય ભૂપની આજ્ઞા લઈ તે ભદ્રેશ્વરપુર આવ્યો.
૧૨૪. હમીર નામના સિંદેશના રાજાને તેણે ૧૨,૦૦૦ અનાજના મૂડા આપ્યા
૧૨૫. તેણે ઉજ્જૈનના રાજા મદનવર્મનને ૧૮,૦૦૦ અનાજના મૂડા તે વખતે આપ્યા.
૧. મૂળ સંસ્કૃતમાં ધળિધવ છે તેનો અર્થ જેમ માધવ માં મા= લક્ષ્મી અને ધવ પતિ મળીને લક્ષ્મીપતિ થાય છે. તેમ પૃથ્વીપતિ એટલે રાજા થાય છે, લોકો દુકાળથી મરી જતે તો રાજા કોનાપર રાજ કરતે, તેથી જાણે રાજાનાં કુળ ફરીથી સ્થાપ્યાં. જિનમત પ્રમાણે તીર્થંકરો પૃથ્વી એટલે પ્રકૃતિના આત્મા એટલે પતિ થાય. જગડૂએ ઘણા દહેરાં બંધાવી તીર્થંકરો એટલે જિનકુળની મૂર્તિઓની સ્થાપના કરાવી છે તેથી એ અર્થ પણ લાગી શકે.
Jain Education International2010_02 For Private & Personal Use Only
www.jainelibrary.org