________________
સર્ગ ૬ ઠ્ઠો
૧૦૯
૧૧૫. ‘‘મેઘની વૃષ્ટિ, સૂર્ય-ચંદ્રનો પ્રકાશ, સમુદ્રની સેવા, અને રોહણપર્વતનાં ઝાડનાં ફળ માટે લોકો ફરીથી ઇચ્છા કરે, પણ હે ! શ્રીમન્ સોળ કુળના એક શણગાર ! આ ભૂમિતલપર દારિદ્ર સમુદાયનો નાશ કરનારું તારું ધન મેળવી, કયો અર્થી બીજી ઇચ્છા કરે ?
૧૧૬. ‘‘દ્રઢતાવાળી, કલ્યાણકારી, સારા વૈભવવાળી, મોટી પ્રતિષ્ઠાવાળી, સૌભાગ્યવાળી, અતિ નીતિવાળી, સદ્ધર્મનાં આચરણવાળી, મોટી કીર્તિવાળી, મહોદયવાળી, હમેશાં બુદ્ધિવાળી, અને અતિશય કાન્તિવાળી, એવી સારી સોળ શ્રેષ્ઠિ કુળની શાખા ચિરકાળ વિજયી રહો.
૧૧૭. ‘‘સહજમાં પીઠદેવનો મોટો અહંકાર તોડનાર ! (હે જગડૂ !) ઊંચા, સ્થાયી લક્ષ્મીવાળા, (અને) શુદ્ધ એવા તારા સુયશરૂપી મહેલને વિષે, સૂર્ય સોનાના કળશની પેઠે, મેરુપર્વત મોટા સુવર્ણદંડની પેઠે, અને સ્વર્ગગંગાના પાણીનો ઉછાળા મારતો પ્રવાહ નિર્મળ ધ્વજાની પેઠે, શોભે છે. (રૂપક.)
૧૧૮. ‘‘(પ્રથમ સમુદ્રમંથન વખતે જે ચૌદ રત્નોમાંના એક રત્નરૂપે નીકળ્યો તે) ધન્વન્તરિ વૈદ્ય જગડૂને વેષે ફરીથી પૃથ્વીપર અવતર્યો. તેણે જનપીડાનું કારણ, એવા દુકાળરૂપી રોગનો નાશ કરવા ધાન્યરૂપી ઔષધિઓ એકઠી કરી. (ઉત્પ્રેક્ષા) ૧૧૯. ‘‘હે બ્રહ્મા ! અમે સર્વદા તારું બુદ્ધિચાતુર્ય શુભ ગણીએ છીએ, કેમકે તેં કલંક રહિત શ્રી શ્રીમાળ કુળમાં આ ઉદાર ચિરતવાળા જગડૂની ઉત્પત્તિ કરી, નહીં તો દુકાળના દુઃખથી પીડાતી આ પૃથ્વી સ્થિર કેમ રહી શકતે ?=શકત? (આક્ષેપ.)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org