________________
૧૦૮
શ્રીજગડૂચરિત ૧૧૦. “(કોઈ સ્ત્રી પોતાના પતિને કહે છે, “તું જો કોઈ સુંદર કળા
જાણતો ન હોય, જો રાજાની સેવા પણ આવડતી ન હોય, જો વેપારથી પણ અજાણ હોય, અને ખેતી વગેરે પણ જાણતો ન હોય, તો તે જડબુદ્ધિવાળા પતિ ! પૃથ્વીના ભારની ધુરી ઉપાડનાર અદ્દભુત બુદ્ધિવાળો જે સોળનો પુત્ર
(જગડુ) તેને પણ તું કેમ નથી મળતો ?' ૧૧૧. “દુકાળરૂપી સર્ષે ખેલા આ આખા જગતને જગએ ખૂબ
અન્નદાનરૂપી અમૃત આપીને જીવાડ્યું. ૧૧૨. “માંધાતા, પુરૂરવ, શિબિરાજા, (વિશ્વામિત્રનો પિતા)
ગાધિ, અર્જુન કાર્તવીર્ય, ભરતરાજા, ભગીરથ, મનુ, હરિશ્ચન્દ્ર, કર્ણરાજા, જનમેજય, વસુ, વગેરે પૃથ્વી પર જે બ્રહ્માનું પદ પામી શક્યા નહીં, તે પદ રાજાઓનું પાલન
કરવાથી જગડૂ પામ્યો. ૧૧૩. ““કળિયુગમાં જગડૂ ત્રણ યુગ કરતાં અધિક આચારવાળો
થયો, કેમકે તેણે દુકાળમાં પ્રજા સહિત સઘળા રાજાઓને
બચાવ્યા. ૧૧૪. “પૂર્વદિશામાં રહેલી ગંગા(માં નહાવા)થી બુદ્ધિમાન
પુરુષોનું એકલું પાપ જ જાય છે, પરંતુ પશ્ચિમ ગંગારૂપ જે તું (જગડૂ પશ્ચિમમાં છે તેથી) તેના વડે (પાપની સાથે)
દારિદ્ર પણ જાય છે. ૧. સૂર્યવંશનો એક રાજા. ૨. બુધ અને ઈલાનો પુત્ર, ચંદ્રવંશી રાજાઓની સ્થાપનાર. ૩. અગ્નિને તેના કબૂતરના રૂપમાં, બાજનું રૂપ ધારણ કરેલા ઇંદ્રથી.
બચાવનાર.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org