________________
સર્ગ ૬ હો
૧૦૭ મહિમાનો નાશ કરવામાં સૂર્ય સરખો, અને શ્રીમદ્ ગુર્જર
રાજયને વધારનાર જગડૂ વિજયી થાઓ. ૧૦૫. “દેવતાઓ કલ્પતરુ, ચિંતામણિ, અને કામધેનુ સાથે મળીને
પણ આખા જગતનું જે કષ્ટ હરણ કરી શક્યા નહીં, તે
જગડૂએ સહજમાં ભેદી નાંખ્યું. ૧૦૬. ““વિધાતાએ જગતનો ઉદ્ધાર કરવાની ઈચ્છાથી, અજ્ઞાન
દેવો, કામધેનુ, (ચિંતામણિ, રત્ન, તથા કલ્પવૃક્ષ પાસેથી
દાનશક્તિ ખેંચી લઈ, જગડૂના જમણા હસ્તકમળમાં મૂકી. ૧૦૭. ““જે (જગ)ના પ્રતાપ(રૂપી સૂર્યના તપવાથી ગંગાનદીનાં
બધાં કમળો સર્વકાળ ખીલેલાં રહેતાં હતાં, તેથી ઉત્તમ ભાવ(ધર્મ) જાણનારા સાત મહર્ષિઓ સાયંકાળનો વખત
જાણી શકતા નહોતા. (અતિશયોક્તિ.) ૧૦૮. “તે યુધિષ્ઠિર પણ વખાણવા યોગ્ય નથી, કારણ કે
(અશ્વત્થામાના પિતા) દ્રોણાચાર્યનો વધ કરવા માટે વિચાર થવાથી સંગ્રામમાં પોતે સત્યવાદી છતાં ખોટું બોલ્યો, નળરાજાને પણ ધન્યવાદ આપી શકાય નહીં, કારણ કે તેણે પોતાની સ્ત્રીને વનમાં પડતી મૂકી : માટે જગતને ઉદ્ધાર કરવામાં સત્ય(પ્રતિજ્ઞાવાળો) એવો જગડૂ જ સ્તુત્ય છે.
- (વ્યતિરેક.) ૧૦૯. પૂર્વે વિક્રમાદિત્ય રાજાએ જગતનો ઉદ્ધાર કર્યો હતો, અને
હમણાં પાપ રહિત જગડૂ (તનો) ઉદ્ધાર કરે છે. ૧. મરીચિ, અત્રિ, અંગીરસ્, પુલસ્ય, પુલહ, ક્રતુ, અને વસિષ્ઠ. ૨. યુધિષ્ઠિરને અશ્વત્થામા હાથીના મરણની ખબર છતાં, તે અજાણ્યો થઈ
આમ ખોટું બોલ્યો, “અશ્વત્થામા મરી ગયો, પછી તે હાથી હો કે પુરુષ હો.” (નરો વા કુંગરો વા)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org