________________
૧૦૬
શ્રીજગડૂચરિત (વિષ્ણુનો ત્રીજો અવતાર) પણ બળહીન થઈ ગયો, શેષનાગે પણ પોતાના શિરોની પંક્તિ અતિશય નમાવી દીધી, અને (બીજો અવતાર કચ્છપ) કાચબો પણ કાદવમાં ક્યાંય રમે છે, માટે જગડૂ જ એકલો પૃથ્વીને ધારણ કરે છે. (વ્યતિરેક
અલંકાર.) ૧૦૦. “સર્વ લોકને જેણે દુકાળરૂપી યમના મ્હો મુખમાંથી
બચાવ્યા, એવા તે જગડૂ સમાન આ જગતમાં કોઈ છે જ
નહીં. ૧૦૧. ‘‘દયા આવવાથી વિષ્ણુએ જગડૂનું રૂપ લઈ, દુકાળરૂપી
મહાર્ણવમાં ડૂબેલી પૃથ્વીને વળી પાછી ધરી રાખી. ૧૦૨. ““હે શ્રી શ્રીમાળકુળના એક આભૂષણ ! તું જ્યાં સુધી આ
ભૂમિનો ભાર ધરે છે, ત્યાં સુધી શેષનાગ પોતાના સ્ત્રીવર્ગ સાથે આલિંગન કરો, અને તે આઠે દિશાઓના હાથીઓ પણ હમેશાં સ્વર્ગગંગાના જળમાં પોતાની હાથણીઓ સાથે
આનન્દ ક્રીડા કરો. ૧૦૩. ““જગડૂના યશના તેજથી આ ત્રણે ભુવન શ્વેત થઈ જવાથી
ઇન્દ્ર આ પ્રકારે વિચારમાં પડ્યો, “ક્યો અતિ પરાક્રમી દેવશત્રુ અહીં આવીને) મારો (ઉચ્ચ શ્રવ) અશ્વ તથા
(ઐરાવત) હાથી ઊંચકી ગયો ?' ૧૦૪. “ગર્વથી ગાજતા પીઠદેવની સ્ત્રીઓના નેત્રોજનની શોભા
હરનારો, (સિંધદેશના) હમીરરાજાના શત્રુઓના પરાક્રમની
કથા કરવામાં ચતુર, મદોન્મત્ત મુગલોની કીર્તિના પ્રચંડ ૧. શ્વેત અશ્વ, તથા શ્વેત હાથી, ત્રિલોકના શ્વેત રંગમાં મળી જવાથી ઈન્દ્ર
જોઈ શક્યો નહીં.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org