________________
સર્ગ ૬ ઠ્ઠો
૧૦૫
દૈત્યના મોઢામાંથી (થોડી નહીં પણ) આખી પૃથ્વીને બચાવનાર સારા આચરણવાળાએ જગડૂની બરાબરી શી રીતે કરી શકે ? (વ્યતિરેક)
૯૭.‘‘અતિ ઘોર અંતકાળના સમયમાં વિષ્ણુ, બ્રહ્મા, મહાદેવ, અગ્નિ, મત્, ઇન્દ્ર, કુબેર, શેષનાગ, નૈઋત્યદિશાનો ઉપરી રાક્ષસ, યમ, કૂર્મ, કે વરુણ આ પૃથ્વીનું પાલન કરે છે ? ના રે ના, પ્રિયસખિ ! એમાંનું કાંઈ નથી, (એ તો) જગડૂ જ વિજયાર્થે તેનું પાલન કરે છે (વ્યતિરેક.) ૯૮.‘‘સુમેરુ પર્વતના શિખર પર સ્વર્ગની સ્ત્રીઓ તારાં મોટાં દાનની કીર્તિનાં ગીતો ગાતી હતી, તે સાંભળીને પેલી કામધેનુ પણ, ઈર્ષા લાવી, મનમાં કચવાઈ જઈ, દેવતાઓને સ્વાંચ્છિત ફળ આપતી નથી. ૯૯.‘‘ચારે દિશાના હાથીઓ નહાસી=નાશી ગયા, વરાહ
ગરુડ હમેશાં એક સર્પનો ભોગ લેતો હતો. શંખચૂડ નામના એક સર્પનો વારો આવતાં તેની મા વિલાપ કરવા બેઠી. એ સાંભળી જીમૂતવાહન જેને પરણ્યાને દશ દિવસ થયા હતા, તે બોલ્યો, ‘‘હે ! મા, તારા પુત્રને બદલે હું ગરુડનો ભોગ થઈશ.' પછી તે શંખચૂડથી છાની રીતે વધ્યશિલા (ફાંસી) એ ચઢ્યો, એટલે ગરુડ તેને નાગ માની, ફાડી ખાવા લાગ્યો, પણ તેના રુધિરની સ્વાદમાં ફે૨ જાણી આશ્ચર્ય પામ્યો. ત્યાં જીમૂતવાહનનાં બાપ, મા, અને સ્ત્રી વિલાપ કરતાં આવ્યાં. પછી શંખચૂડે આવી ગરુડને કહ્યું, ‘“મારે બદલે આવા ઉદારને માર્યો, તેમાં તે મોટું પાપ કીધું, માટે તેને સજીવન કર.' ગરુડે પ્રાયશ્ચિત્ત કરી ઇન્દ્ર પાસેથી અમૃત લાવી, તેના પર છાંટી, તેને સજીવન કર્યો. પ્રથમ કરેલાં પાપને માટે પણ અમૃતવડે નાગોને ગરુડે સજીવન કીધા.
૧. ઐરાવત, પુંડરીક, વામન, કુમુદ, અંજન, પુષ્પદંત, સાર્વભૌમ, અને સુપ્રતીક.
Jain Education International2010_02 For Private & Personal Use Only
www.jainelibrary.org