________________
સર્ગ ૭ મો.
૧. હવે મેઘોએ સકળ પૃથ્વીતલપર સારી વૃષ્ટિ વર્ષાવીને, મોટા
દુકાળથી ઉત્પન્ન થયેલા લોકોનો ભય તત્કાળ શાંત કર્યો. ૨. મેઘો મોરોને નૃત્ય કરાવતા, પોતાની ગર્જનારૂપ મૃદંગનો
અવાજ કરતા, અને ચાતકપક્ષીઓના સ્વરથી જાણે જગડૂનો
યશ ખૂબ ગાતા હતા? ૩. મેઘો (પોતાની) ગર્જનાથી જાણે જગડૂને હર્ષભેર આ પ્રમાણે
કહેતા હોય નહિ કે, ““જીવિતદાન આપનાર એવા તે (એકલા એજ) પૃથ્વીને ત્રણ વર્ષપર્યત આનંદિત કરી.” મેઘના વર્ષવાથી પૃથ્વી ઉપર પુષ્કળ ધાન્યની વૃદ્ધિ થઈ, અને પછી લોકો જગડૂનો અતિ સુંદર યશ પ્રતિદિન ગાઈને ખુશ
થયા. ૫. પરમદેવગુરુ સ્વર્ગઅંગનાના ચક્ષુને હર્ષ પમાડનાર થયા
(દેવલોક પામ્યા), એમ જાણી તે પુણ્યશાળી જગ મનમાં
અતિ ખેદ પામ્યો. ૬. પછી તે સદાચરણી (ગ) શેત્રુંજા અને ગિરનાર પર્વત ઉપર
આખા સંઘ સાથે ગયો, અને (ત્યાં તેણે) સુપાત્રોને રોજ દાન આપી (પોતાનું) પુષ્કળ ધન પવિત્ર કર્યું.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org