________________
૧૦૩
સર્ગ ૬ ફો ૮૪.તે સોળનંદન, રાજાનું એવુ વચન સાંભળીને જરા હસી બોલ્યો ““હે
નાથ !ખરેખર કોઈ ઠેકાણે પણ મારો દાણો અહીંઆ છે જ નહીં. ૮૫. “મારા વાક્યમાં જો સંદેહ આવતો હોય તો, દાણાના
કોઠારોમાં ઈંટોમાં રહેલા ખરેખરા તામ્રપત્રના અક્ષરો જુવો”
(તે વાંચવાથી ખાત્રી થશે.) ૮૬. એ પ્રમાણે રાજાને જગડૂએ કહી, અનાજના કોઠારોમાં રહેલી
ઈંટો તરત મંગાવી, સહજમાં ભંગાવી નાખી. ૮૭. તામ્રપત્રમાંના અક્ષરો રાજાએ વંચાવ્યા તો આ પ્રમાણે હતા–
“જગડૂએ આ દાણો રંકને માટે કલ્પેલો છે.” ૮૮ જગડૂએ સભામાં વિસલદેવને કહ્યું “જો લોકો દુકાળથી
પીડાઈને મરી જાય તો તેનું પાપ મને લાગે.” ૮૯. (એટલું કહી દાન, દયા, અને યુદ્ધ એ) ત્રણ પ્રકારના
વીરપણાને પામેલા તે શ્રીમાળવંશના રત્ન જગડૂએ આઠ
હજાર અનાજના મૂડા તેને આપ્યા. ૯૦.ત્યાં સોમેશ્વર આદિ સર્વ કવીશ્વરો જગતમાં સ્તુતિપાત્ર
જગડૂની મોટેથી આ પ્રમાણે) પ્રશંસા કરવા લાગ્યા. ૯૧.““શ્રી શ્રીમાળના કુળરૂપ ઉદયાચળ પર્વતના શણગારમાં સૂર્ય
સરખો, પ્રકાશતા કળિકાળરૂપી કાળીનાગના મદનો નાશ કરવામાં કૃષ્ણ સરખો, પૃથ્વી તથા આકાશમાં જેની મોટી કીર્તિ પ્રસરી છે એવો, અને સદ્ધર્મરૂપી વેલાના આશ્રયરૂપ બાંબુ સરખો, સર્વપ્રજાનું પોષણ કરનારો જગડૂ ચિરકાળ વિજય પામો (રૂપક) એ, ગરુડના ધાકથી જમનામાં આવી રહ્યો હતો, એના ઝેરથી જમવાનું પાણી પીવાતું નહીં, તેથી કૃષ્ણ એનું મર્દન કરી એને ત્યાંથી બહાર કાઢ્યો હતો. એમ કહે છે કે નાગના માથાપર કૃષ્ણના બે પગલાં હોય છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org