________________
૧૦૨
શ્રીજગડૂચરિત ૭૬ દુકાળની કોઈ એવી તો અસર થવા લાગી કે લોકોને એક - ટ્રમ્પના તેર ચણા મળવા લાગ્યા. ૭૭. (અણહિલ્લવાડના રાજા) શ્રીમાન્ વિસલદેવનો પણ તે વખતે
દાણો ખૂટી જવાથી (પોતાના) મંત્રી નાગડને મોકલી સોળના
પુત્ર જગને બોલાવ્યો. ૭૮.તે ગુણી (જગડૂએ) વેપારીઓને સાથે લઈ, અને દિવ્ય રત્નોનું
હાથમાં નજરાણું લઈ તે નરેશ્વરને પ્રણામ કર્યા. ૭૯. લક્ષ્મી આપનારાં સર્વ લક્ષણોથી જેનું શરીર યુક્ત છે એવા
જગડૂને જોઈ રાજા પોતાના મનમાં વિસ્મય પામ્યો. ૮૦.એ સમયે રાજાના મનનો અભિપ્રાય જાણી અભુત બુદ્ધિનો
ભંડાર કોઈએક ચારણ આ પ્રમાણે બોલ્યો. ૮૧.“હે સોળના પુત્ર ! તારા જેવું પુણ્ય કોઈ બીજાનું જણાતું
નથી, કારણ કે મનુષ્યની ડાબી કુખમાં પ્રવેશ કરીને તેનાં ભૂરાં
આંતરડાં કોણ જોઈ શકે.” (અર્થાન્તર ન્યાસ) ૮૨.તે ચૌલુક્ય રાજા તેના એવાં વચનથી પ્રસન્ન થઈ, વેપારીમાં
શ્રેષ્ઠ જગડૂને કોઈ પ્રકારે કહેવા લાગ્યો. ૮૩. “અહીંઆ તારી પાસે સાતસો ધાન્યના કોઠારો નક્કી છે, એવું
સાંભળી ધાન્ય લેવાની આકાંક્ષાએ તને હમણાં બોલાવ્યો છે.”
૧. વરીટાનાં દિયું ય સ નિી તાક્ય પાશ્ચતત્ર. તે પોડશ ટૂમ ||
વિશ કોડીની કાકિણી, ચાર કાકિણીનો એક પૈસો, અને ૧૬ પૈસા,
(ચાર આના)નો દ્રમ્મ. ૨. બહારથી પેટ તો સારું જ દેખાય પણ અંદર ભૂખથી આંતરડાં ચીમળાઈ
ગયાં હોય તે કોણ જોઈ શકે? અર્થાત્ ભૂખ્યાને તારા વગર ભોજન કોણ આપે ?
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org