________________
સર્ગ ૬ કો
૧૦૧ ૬૫.અતિ પરાક્રમી (તે જગડૂએ) ચૌલુક્યવંશના રાજા (લવણપ્રસાદ)ના
સૈન્યવડે અંકુશ વગરના મુગલ લોકોને જીતી, જગતમાં શાંતિ
ફેલાવી. ૬૬. હવે સર્વ શાસ્ત્રમાં પ્રવીણ પરમદેવસૂરિએ જગડૂને એકાંતમાં
આ પ્રમાણે કહ્યું. ૬૭. “વિક્રમથી સંવત ૧૩૧૨ની સાલ વીત્યા પછી સર્વ દેશોમાં
ત્રણ વર્ષ પર્યન્ત (સં. ૧૩૧૩-૧૪-૧૫) દુકાળ પડવાનો છે. ૬૮. “(માટે) સર્વ દેશોમાં પોતાનાં પ્રવીણ માણસોને મોકલી સર્વે
જાતનાં ધાન્યનો તેઓની પાસે સંગ્રહ કરાવ. ૬૯. ““(અને) આખા જગતનાં લોકને જીવિતદાન આપીને સમુદ્રના
મોજા સરખો ઉજ્વળ યશ સંપાદન કર.” ૭૦.““બહુ સારું” એ પ્રમાણે બોલી, પરમદેવસૂરિનું એવું નિર્મળ
વચન તે પીઠદેવ રાજાના રિપુ જગડૂએ માથે ચઢાવ્યું. ૭૧.પછી પોતાનાં માણસોને દ્રવ્ય આપી, બધા દેશોમાં મોકલી,
સર્વ જાતનાં ધાન્યનો તેણે સંગ્રહ કરાવ્યો. ૭૨.પછી જ્યારે સૂરીન્દ્રનો કહેલો સમય આવ્યો ત્યારે મેઘ
પૃથ્વીતલ ઉપર વૃષ્ટિ કરી નહીં. ૭૩.પછી કૃપાના ભંડાર એ સોળના પુત્ર જગડૂએ દુકાળથી પીડાતા
લોકોને ધાન્ય આપવા માંડ્યું. ૭૪.લોકોને જીવાડવાને તત્પર થયેલા એ (જગડૂએ) બીજા દેશોમાં
પણ પોતાનાં માણસો દ્વારા ધાન્ય આપવાનું શરૂ કર્યું. ૭૫.દુકાળનાં બે વર્ષ જ્યારે મહા કષ્ટથી વીત્યાં, ત્યારે રાજાઓના
કોઠારોનો સર્વ દાણો ખપી ગયો.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org