________________
૧૦૦
શ્રીજગડૂચરિત પ૭.ગુરુના અર્થે શંખેશ્વરપાર્શ્વનાથ(ભગવાન)ના રૂપાનાં બે
પગલાંવાળું પિત્તળનું (એક) સુંદર દેવળ જણાવ્યું. ૫૮.તે ધીર બુદ્ધિના જગડૂએ ગુરુની વિશાળ પોષાળમાં તેને સુવાને
માટે ત્રાંબાનો (એક) પાટ બનાવ્યો. પ૯ પછી પરમદેવસૂરિના શ્રીષેણ નામના શિષ્યને મોટો ઉત્સવ
કરી આચાર્યની પદવીએ સ્થાપ્યો[સ્થાપ્યા]. ૬૦-૬૧. “મારા જ વંશજો તારા(તમારા) કુળને વિષે આચાર્યપદની
સ્થાપનાનો મહોત્સવ કરે એવી આજ્ઞા આપો.” (અર્થાત્ વંશપરંપરામાં તમે જ અમારા આચાર્ય થાઓ.) ધર્મના આધાર તે (જગફ્ટનું આવું ભક્તિભર્યું વચન સાંભળીને (ભૂત, ભવિષ્ય, અને વર્તમાન એવા) ત્રિકાળ જાણનારા એ ઉત્તમ સૂરિએ તે કબૂલ
કર્યું. યુગ્મ શ્લોક.) ૬૨. સમુદ્રતીરે, જ્યાં સુસ્થિતદેવ તેની આગળ પ્રગટ થયા હતા તે
ઠેકાણે તેણે એક દેરી બંધાવી. ૬૩. મ્લેચ્છલોકોની લક્ષ્મી (મળવાના) કારણે તેણે ભદ્રેશ્વરપુરમાં
ષીમલી (અથવા ખીમલી) નામની એક મસીદ ચણાવી. ૬૪. પૃથ્વીના આભૂષણ તે જગડૂએ ગામે ગામ અને નગરે નગર
અમૃત જેવા મીઠાપાણીની સેંકડો સેલોર વાવો બનાવી.
ભટ્ટારકજીની એક પોષાળ છે ત્યાં હિંદુસ્તાનના જુદા જુદા ભાગોમાંથી ભાટ ચારણો ભાષાના ગ્રંથો શીખવા આવે છે. હિંદુઓ[જૈનો] પરધર્મનો દેષ કરતા નથી એટલું જ નહીં પરંતુ કેટલીએક વાર[બીજાને બોધિબીજ-સમકિતધર્મ પમાડવા માટે] તેને ઉત્તેજન આપે છે, તેના અનેક દાખલાઓમાંનો આ એક છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org