________________
સર્ગ ૬ ફો ૪૮ કપિલકોટ (કેરા ?) નામે નગરમાં કાળથી જીર્ણ થઈ ગયેલા
નેમિમાધવના મન્દિરનો તે ઉદાર મનના જગડૂએ જીર્ણોદ્ધાર
કરાવ્યો. ૪૯.જગતની પીડા હરનાર અને પુણ્યાત્મા તે જગડૂએ, કુન્નડ
(કુનરિયો ?) નામના રમ્યનગરમાં હરિશંકરના મંદિરનો
જીર્ણોદ્ધાર કરાવ્યો. ૫૦. ત્યાર પછી (કાઠિયાવાડમાં) ઢાંકનગરીમાં યશોમતીનાપતિ (જગડુ)
એ એક સુંદર નવું આદિનાથ[આદિનાથભગવાન]નું દહેરું કરાવ્યું. ૫૧.અને વર્ધમાન (વઢવાણ) નામના નગરમાં ચોવીશ તીર્થકરનું
અષ્ટાપદ પર્વત જેવડું મોટું એક સુંદર દેહરું બંધાવ્યું. પર તે નગરમાં મમ્માણિક (વવાણિયાના) પથ્થરની બનાવેલી
વીરનાથ[વીરપરમાત્મા]ની મૂર્તિ મહોત્સવ સાથે તેણે બેસાડી.
(પધરાવી.) પ૩.એણે વળી શતવાટી નગરીમાં બાવન જિનમૂર્તિના સ્થાનવાળું
ઋષભદેવ[28ષભદેવ પરમાત્મા]નું ઉત્તમ મંદિર કરાવ્યું. ૫૪.ઋષભદેવ[ઋષભદેવપરમાત્મા]થી પવિત્ર થયેલા વિમળાચળ
(શેત્રુજા) પર્વતના શિખર ઉપર સાત સારી દોરીઓ કરાવી. ૫૫. સુલક્ષણપુરની નજીક દેવકુલ નામના ગામમાં કુશળ જગડૂએ
શાંતિનાથ[શાંતિનાથ ભગવાન]નું દેવળ બંધાવ્યું. પ૬.પુણ્યરૂપી મોટા સમુદ્ર એવા તે જગડૂએ (પોતાના) ગુરુ
પરમદેવસૂરિના નિમિત્તે ભદ્રેશ્વરપુરમાં એક પૌષધશાળા બંધાવી. ૧. અપાસરો, અથવા પોષાળ-અન્ન, વસ્ત્ર, પુસ્તકો, વગેરે પુરાં પાડીને
ભણાવે એવી શાળા. અસલ કચ્છમાં બે પોષાળો હતી. હાલ
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org