________________
૯૮
શ્રીજગડૂચરિત ૩૮.જગડૂએ પગલે પગલે સુવર્ણ વગેરેનાં દાનથી વાચકોને પ્રસન્ન
કરી, વસ્ત્ર, પાત્ર વગેરે સાધુઓને આપી (તેમની) પ્રીતિ
મેળવી. ૩૯ જગડૂએ સ્થળે સ્થળે જૈનમંદિરો પર ધ્વજાઓ ચઢાવી, જગતમાં
મનુષ્યોનાં પાપ હર્યા. ૪૦.સંઘના અસંખ્ય લોક સહિત શેત્રુંજા તથા ગિરનાર પર્વત પર
યાત્રા કરી, તે પોતાના શ્રેષ્ઠ પુરમાં પાછો આવી પહોંચ્યો. ૪૧-૪૨. સરળ અંત:કરણવાળા તે જગડૂએ, શ્રીવીરસૂરિએ બનાવેલા
ભદ્રેશ્વરપુરની લક્ષ્મીના ઉમદા ફાટિકમણિના મુગટરૂપ વીરનાથ [વીરપરમાત્માના મંદિર ઉપર ચારેમેર વિશાળ જગામાં સોનાનો
મોટો કળશ, તથા સોનાનો દંડ બનાવ્યા. (યુગ્મ.) ૪૩.ત્યાં પોતાની પુત્રીના કલ્યાણાર્થે આરસપહાણની ત્રણ
દહેરીઓ, તથા એક સુંદર અષ્ટાપદ કરાવ્યું. (૨૪ તીર્થકરની
મૂર્તિનું દહેરું) ૪૪.પોતાના ભાઈની પુત્રી હાંસબાઈના કલ્યાણઅર્થે મોટી
આરસપહાણની ૧૭૦ જિનોની મૂર્તિઓ ત્યાં કરાવી. ૪૫.પછી પોતાની પુત્રી (પ્રીતિમતી)ના શ્રેય માટે અતિશય તેજસ્વી
ત્રિખંડપાર્શ્વનાથની મૂર્તિ ઉપર સોનાનું પડ્યું ચડાવ્યું. ૪૬. કુમારપાળ અને મૂળરાજના તળાવના ઉદ્ધારને માટે જગડૂએ
ખાણેત્રુ (ખાત) કરાવ્યું, અને કર્ણરાજાની વાવ (વાપા)નો
ઉદ્ધાર કરાવ્યો. ૪૭. બધી જિનમૂર્તિઓની પૂજાને માટે સોળશ્રેષ્ઠિના પુત્ર જગડૂએ તે
પુરમાં એક વિશાળ ફૂલવાડી કરાવી.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org