________________
સર્ગ ૬ ઢો
તેમ તીર્થયાત્રા કરવા તત્પર, એવા તે જગદ્ગુની પાછળ હજારો
ધનવાન, અને જૈનતત્ત્વ જાણનારા ચાલ્યા. (ઉપમા.) ૩૦.પછી પરમદેવસૂરિએ શુભ મુહૂર્ત જોઈ તે જગડૂને સંઘના
અધિપતિતરીકેનું સુંદર તિલક કર્યું. ૩૧.એ સંઘના ચાલવા ટાણે અનેક વાજિંત્રો વાગવા લાગ્યાં, જાણે
કલિયુગને જાણ કરતાં હોય નહિ કે ધર્મના રાજ્યનો સમય આવ્યો. ૩૨.જેમ મુનીશ્વરના મુખમાંથી [દાન, શીલ, તપ અને ભાવ] ચાર
પ્રકારનો સ્વચ્છ ધર્મ નીકળે, તેમ [સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા]
એ ચારે જાતનો સંઘ ભદ્રેશ્વરપુરમાંથી નીકળ્યો. (દષ્ટાંત અલંકાર.) ૩૩.જેમ ગંગા યમુનાના પ્રવાહવડે સમુદ્ર શોભે છે, તેમ પુનમયુક્ત
ચૌદસના પક્ષમાં મળેલા મહાવિદ્વાનોવડે તે સંઘ શોભતો હતો.
(દષ્ટાંત અલંકાર.) ૩૪.જેમ સત્યુત્રો પોતાનાં કુળનો, અને સાધુઓ સંયમ (ઇંદ્રિયો
વશ કરવા)નો ભાર ઉપાડે છે, તેમ એ સંઘના ઘણા ગાડાંનો
ભાર બળદો ખેંચવા લાગ્યા. (દષ્ટાંત અલંકાર.) ૩૫-૩૬. ઘોડાઓના ખોંખારાથી, હાથીઓની વીસથી, રથોના
ખણખણાટથી, મલ્લોના ભુજાપર પડતા થાપાના અવાજથી, ભાટચારણોના છપ્પાથી, અને સ્ત્રીઓના કોલાહલથી સંઘ ચાલતી વખતે આખું જંગતુ શબ્દમય થઈ ગયું (ઘોંઘાટ સિવાય
બીજું કંઈ ન હતું.) ૩૭.સંઘ (ચાલવા)થી ઉડેલી ધૂળની રજ આકાશગંગાને કિનારે
એવી તો (એકઠી થઈને) ગારો થઈ ગઈ, કે જ્યાં સૂર્યના ઘોડાઓ તેના ખેંચી ગયેલા રથને મહા કષ્ટ ખેંચતા હતા. (અતિશયોક્તિ.)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org