________________
શ્રીજગડૂચરિત કહેવાથી સંઘયાત્રા કરવાનો મનમાં વિચાર કર્યો. ૨૪. લવણપ્રસાદ રાજા(ના મરણ) પછી ગુજરાત દેશનો રાજા ઉદાર
બુદ્ધિવાળો વરધવળ (વરધોળ) રાજ્ય કરતો હતો. (સં.
૧૨૮૯-૧૨૯૮) ૨૫.અને તેની જગાએ, પ્રતાપવડે શત્રુઓને જેણે વશ કર્યા છે
એવો શ્રીમાનું વીસલદેવ નામે રાજા પૃથ્વી ઉપર સારી રીતે
રાજ કરતો હતો. (સં. ૧૩૦૦-૧૩૧૮) ૨૬-૨૭. “તું હમેશાં યાચક વર્ગને ખુશીથી માગ્યા વગર પણ
ઘણા અલંકાર આપે છે, (તો) હું તારી આગળ માનપૂર્વક યાચના કરું છું કે હે ! કૃપાસાગર, મને પતિરૂપ એક અલંકાર તરત આપ.” (એ પ્રમાણે) શત્રુવર્ગની સ્ત્રી હારબંધ (ઊભી), હાથજોડીને જે રાજાને કહે છે, તે ચૌલુક્યકુળના મુગટરૂપ રાજાને અણહિલનગરમાં એ બુદ્ધિમાન જગડૂએ રત્નોના
ઢગનું નજરાણું આપી પ્રણામ કર્યા. ૨૮ તેની મહેરબાની મેળવી, હર્ષથી વિકાસેલાં નેત્રવાળો અને
સંઘયાત્રા કરવાની ઈચ્છાવાળો તે (જગ) ભદ્રેશ્વરપુર ગયો. ૨૯ જેમ ઇન્દ્રની પાછળ સામાજીક [સામાનિક] દેવતાઓ જાય,
૧. અસલ સંસ્કૃતપ્રતમાં સામાનિક છે, પણ સંસ્કૃતમાં તેવો શબ્દ જ નથી અને
સામાજીક લાગુ પડે છે. [અહીં ભાષાંતકાર જૈનધર્મના પારિભાષિક શબ્દોથી અનભિજ્ઞ હોવાને કારણે “સામાનિક'નો અર્થ સામાજીક કરેલ છે. इन्द्र-सामानिक-त्रायस्त्रिंश-पारिषाद्या-ऽऽत्मरक्ष-लोकपालानीक-प्रकीर्णकाऽऽभियोग्य-किल्बिषिकाश्चैकशः ॥ -तत्त्वार्थ ४।४ “સામાનિક' શબ્દ દેવોની એક જાતિમાં રૂઢ શબ્દ છે. સામાનિક=ઈન્દ્ર સમાન ઋદ્ધિવાળા તથા પિતા, ઉપાધ્યાય વગેરેની જેમ ઈન્દ્રને પણ આદરણીય અને પૂજનીય દેવો. સમ્મા.]
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org