________________
સર્ગ ૬ કો ૧૫.સાત દુર્ગતિ (નરક)ને નાશ કરનારી સપ્તતત્વી વિદ્યાનો પ્રકાશ
કરતા, (ત) સૂરિ જગડૂના આગ્રહથી ત્યાં ઘણો કાળ રહ્યા. ૧૬.ભાવસાર કુળમાં ઉત્પન્ન થયેલી મદના નામની શ્રાવકી
આણીએ=શ્રાવિકાએ ત્યાં શુભ આચાર્લીવર્ધમાન તપ કરવા માંડ્યું. ૧૭.તેને જગના શ્રીમાનું (પરમદેવસૂરિ) ગુરુએ કહ્યું, “દેવતાઓની
કૃપા વગર મુનિઓથી પણ એ તપ થવું મુશ્કેલ છે.” ૧૮.તે સાધ્વીએ ગુરુનાં વચનપર શ્રદ્ધા ન રાખી, કેટલાએક દિવસ
તો નિર્વિઘ્ન તપ કરતાં ગાળ્યા. ૧૯ કાંસાના ગોળ પાત્રમાં પાણી પીતી હતી, ત્યારે તેના તપને
ધિક્કારતા કોઈ અસુરે ઝગારા મારતી જવાળાના વિકારે કરી
તેને બાળી નાખી. ૨૦.જગડૂના વચલા ભાઈ (રાજ)ની સ્ત્રી રાજલ્લદેવીએ વિક્રમસિંહ
(વિક્રમસી) તથા ધંધા નામના બે પુત્રોને અનુક્રમે જન્મ આપ્યો. ૨૧.તેજસ્વી, શુભ આનંદકારી, અને મહા બુદ્ધિમાન તે બને
જણા, જેમ સૂર્ય તથા ચંદ્ર મેરુપર્વતના શિખરને શોભાવે છે
તેમ, (પોતાના) કુળને શોભાવતા હતા. (દષ્ટાંત અલંકાર.). ૨૨.જેમ મેનકા, હિમાચલને આનન્દ કરનારી પાર્વતીને જન્મ
આપીને શોભતી હતી, તેમ રાજલ્લદેવી, હંસી (હાંસબાઈ) નામની ગુણથી શોભતી, અને ગોત્રને આનંદ કરનારી પુત્રીનો
જન્મ આપીને શોભતી હતી. (દષ્ટાંત અલંકાર.). ૨૩. હવે જગજ્જનને સંતોષ પમાડનાર તે જગડૂએ પોતાના ગુરુના ૧. જીવ, અજીવ, આશ્રવ, બન્ધ, સંવર, નિર્જરા, અને મોક્ષ. ૨. ધાંધા નામની નુખ બ્રહ્મક્ષત્રિયોમાં છે. ગુખ અટક (ભગવદ્ગોમંડલ)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org