________________
શ્રીજગડૂચરિત સૂરિએ), તેજ પાર્શ્વનાથનું આરાધન કરી (દુર્જનોને શલ્ય
કાંટારૂપ એવા) દુર્જનશલ્ય રાજાનો કોઢ ટાળ્યો. ૭. રાજા દુર્જનશલ્ય પણ તેની આજ્ઞા લઈ શંખેશ્વરપાર્શ્વનાથના
મંદિરમાં જીર્ણોદ્ધાર કર્યો. ૮-૯, પાંચ સમિતિ ધારણ કરનાર, ત્રણ ગુપ્તિનો આશ્રયભૂત
થનાર, સત્તર પ્રકારના સંયમને પાળનાર, સર્વ ભવ્ય પુરુષોને અતિ ઉપદેશ કરનાર, અને કેવળ વિરક્ત (એવો) તે
પરમદેવસૂરિ ભદ્રેશ્વરમાં આવી પહોંચ્યા. (યુગ્મ શ્લોક.). ૧૦.જગડૂએ પોતાના પૂર્વજોના ગુરુ, અને પાપના નાશકર્તા તે
(પરમદેવ)સૂરિની મોટા સમારંભની સાથે ત્યાં પધરામણ કરી. ૧૧. અંતરરાગાદિ શૈત્રુઓ જેણે જીતી લીધા છે, એવા મહાતેજસ્વી તે
ઉત્તમ સૂરિએ, જગડૂએ આપેલા દોષ રહિત ઘરમાં ઉતારો કર્યો. ૧૨.આ ગુરુના યોગવડે જગડૂના ચિત્તમાં સર્વ અર્થ સાધનારી ધર્મને
વિષે મોટી પ્રીતિ થઈ. ૧૩.મયૂર જેમ મેઘને જોઈ, ચક્રવાકપક્ષી જેમ સૂર્યને જોઈ, અને
ચકોરપક્ષી જેમ ચંદ્રને જોઈ ખુશી થાય છે, તેમ ગુરુને જોઈને તે
ખુશી થયો. (દષ્ટાન્ત અલંકાર.) ૧૪.જેમ સૂર્ય, નસીબ જોગે પોતાની રાશિમાં આવેલા બૃહસ્પતિની
આરાધના કરે, તેમ દૈવયોગે પોતાને ઘેર આવી ચઢેલા તે ગુરુની,
વિવેકી જગડૂ આરાધના કરવા લાગ્યો. (બૃહસ્પતિ દેવ ગુરુ છે.) ૧. ડું, ભાષા, અષા, માનનિક્ષેપણ, માતોતિપાનગોગન. [પારિષ્ઠાપનિકા
પાંચમી સમિતિ છે. સમ્મા.] ૨. મનગુપ્તિ, વચનગુપ્તિ, અને કાયગુપ્તિ. ૩. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, અને મત્સર.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org